Site icon Revoi.in

સનાતન ધર્મમાં અખાત્રીજનું કેમ છે મહત્વ, જાણો આ દિવસની સાથે જોડાયેલા કેટલીક મહત્વની વાત

Social Share

નાના મોટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકો નવા કામ માટે સારા મૂહર્તની રાહ જોતા હોય છે. સકારાત્મક મૂહર્તમાં શરૂ કરેલા કામ વધુ પ્રોફિટ ખેંચી લાવતા હોય છે. આવો એક દિવસ એટલે કે અખાત્રીજનું પણ અનોખું મહત્વ હોય છે. જ્યોતિષ લોકોના કહેવા પ્રમાણે આજે એટલે કે મંગળવારના દિવસે આવેલી અખાત્રીજ લોકોને ડબલ ફાયદો કરી શકે છે. અખાત્રીજે ખરીદેલી વસ્તુની કિંમત બેવડાય છે.  નવો ઉદ્યોગ સાહસ કરવાનું વિચારનારાઓ કે નવી જમીન ખરીદવાનું ઇચ્છનારાઓ આ દિવસે મહત્વનો નિર્ણય લેવો જોઈએ.

પૌરાણીક શાસ્ત્રો અનુસાર ભગવાન મહાદેવે દેવી અખાત્રીજના દિવસે દેવતાઓના ઝર ઝવેરાત સાચવવા ભગવાન કુબેરને ટ્રેઝરર (ખજાનચી) તરીકે નિમ્યા હતા.

ચૈત્ર વદ અમાસના ત્રીજા દિવસે આવતી એટલેકે વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. તેનું જેટલું ઘાર્મિક મહત્વ છે એટલુંજ તે બિઝનેસ ક્ષેત્રે પણ મહત્વનું છે.  અક્ષયનો અર્થ એ થાય છે કે ક્યારેય નહીં ખૂટનારૂં.

અખાત્રીજે સોનું ભલે ખરીદો પણ દાન કરવાનું ના ચૂકશો. શાસ્ત્રો કહે છે કે અખાત્રીજે ઘડો, મીઠા લીમડાના પાન, ફળો,ખાંડ, અનાજ, ગાયનું ઘી વગેરે દાનમાં આપવાથી આપણા પૂર્વજોના આશિર્વાદ મળે છે. જે લોકો મધ,પુસ્તકો, ચાંદી વગેેરે ભેટમાં આપે છે તેમની સમૃધ્ધિ વધે છે. સમાજમાં તેમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

પાણી, દૂધ અને દહીંની ભેેટ આપવાથી ગરીબી દૂર થાય છે. અખાત્રીજનો માત્ર સોના સાથે મૂલવવાના બદલે કોઇ નવા કામ સાથે જોડવી જોઇએ અને સમૃધ્ધિ મેળવવા પ્રયાસ કરવા જોઇએ.