Site icon Revoi.in

દશેરાના પર્વ પર રાવણ દહનની રાખ ઘરમાં લાવવી, અંકુરિત અનાજને કબાટ પર રાખવા જેવી બાબતો શા માટે માનવામાં આવે છે શુભ, જાણો

Social Share
વિજયાદશમીનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિજયાદશમીનો તહેવાર આવતીકાલે 24 ઓક્ટોબર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે લંકાપતિ રાવણનો વધ થયો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા દહન કરવામાં આવે છે.
આ સાથે જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દશેરાના દિવસે કેટલાક વાસ્તુ ઉપાયો કરવામાં આવે છે, જેને કરવાથી ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર, દશેરાની તિથિ પર જયંતિને તિજોરી પર અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે તે સ્થાન પર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.નવરાત્રિ દરમિયાન જવમાંથી જે અંકુર ફૂટે છે તેને જયંતી કહેવામાં આવે છે. વાસ્તુ અનુસાર જયંતિને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આમ કરવાથી પૈસાની સમસ્યા ખતમ થઈ જશે.
 રાવણ દહનની ભસ્મ વાસ્તુશાસ્ત્ર અનુસાર દશેરાના દિવસે રાવણ દહનની ભસ્મ અથવા લાકડા લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, ત્યારે લાકડા અથવા રાખનો એક નાનો ટુકડો લાલ કપડામાં બાંધીને ઘરે લાવવામાં આવે છે અને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવામાં આવે છે.
એટલું જ નહી એવું પણ  માનવામાં આવે છે કે જે વ્યક્તિ આવા ઉપાય કરે છે તેના ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રાખને રાવણના અસ્થિ પણ કહેવામાં આવે છે.
સાવરણીનું દાન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દશેરાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે તમારે આ દિવસે સાવરણીનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે સાવરણીનું દાન કરે છે તેને દેવાથી મુક્તિ મળે છે પૈસાથી તંગી ક્યારેય સર્જાતી નથી.