Site icon Revoi.in

શું કોરોનાનો ઈલાજ હવે સાપના ઝેરથી થશે? બ્રાઝિલના સંશોધકોએ કર્યો ખુલાસો

Social Share

કોરોનાવાયરસના કારણે હજુ પણ કેટલાક દેશોમાં સ્થિતિ નાજુક છે. મોટા ભાગના દેશોમાં હજુ પણ કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે બ્રાઝિલના સંશોધકો દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. બ્રાઝિલના સંશોધકો દ્વારા કહેવામાં આવ્યું છે તેમણે કોરોનાની દવાનો આઈડીયા શોધી કાઢ્યો છે. સંશોધનમાં જાણવા મળ્યું કે સાપના ઝેરમાંથી દવા બનાવવાની આશા શોધી કાઢી છે. અહેવાલ અનુસાર સાપના ઝેરમાં જોવા મળતા પરમાણુ વાંદરાના કોષોમાં કોરોના પ્રજનનને અટકાવે છે, જે વાયરસ સામે લડવા માટેની દવા તરફનું સંભવિત પ્રથમ પગલું છે.

સો પાઉલો યુનિવર્સિટીના પ્રોફેસર અને અભ્યાસ લેખક રાફેલ ગુઈડોએ જણાવ્યું કે, ‘અમે બતાવવામાં સક્ષમ બન્યા છીએ કે સાપના ઝેરનો આ ઘટક વાયરસમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોટીનને રોકવામાં સક્ષમ છે સાથે એનુ PLPro નામના કોરોનાવાયરસના એન્ઝાઇમ સાથે જોડાઈ શકે છે. અન્ય કોષોને નુકસાન કર્યા વિના વાયરસના પ્રજનનને રોકવા માટે આ મહત્વપૂર્ણ છે.

સંશોધક ગુઈડોએ મીડિયાને જણાવ્યું કે પેપ્ટાઈડ પહેલાથી જ તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો માટે જાણીતું છે. તેને લેબોરેટરીમાં સંશ્લેષણ કરી શકાય છે. આ માટે સાપ પકડવો જરૂરી નથી.

જો કે ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસને રોકવા માટે કેટલીક રસીને ઈમરજન્સીના આધાર પર મંજૂરી મળી છે. તેની અસર પણ સકારાત્મક જોવા મળી છે અને કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ લોકોના મોત પણ હવે ઓછા થઈ રહ્યા છે. દરેક દેશો પોતાના દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયાને તેજ કરવા પ્રયાસ કરી રહ્યા છે.