Site icon Revoi.in

5 વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

Social Share

નવી દિલ્હીઃ દેશમાં હવાઈ જોડાણ વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે. હાલમાં આ સંખ્યા 145 છે. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું. હાલ દેશમાં 700થી વધારે વિમાન છે અને દર વર્ષે 100 નવા વિમાન વસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પાંચ વર્ષમાં વિમાનની સંખ્યા વધારીને 1200થી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે દેશમાં 2013-14 સુધી માત્ર 74 એરપોર્ટ હતા અને છેલ્લા આઠ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધીને 145 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, વિમાનનો કાફલો અગાઉ 400થી વધીને હાલમાં 700 થયો છે. દર વર્ષે લગભગ 100 વિમાનો હસ્તગત કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા 1200 સુધી પહોંચવાની આશા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કનેક્ટીવિટી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેથી નવા રોચ-રસ્તા બનાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં રેલ અને હવાઈ સેવામાં સુધારો કરવામાં આવી રહ્યો છે.