Site icon Revoi.in

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, જળસપાટી 137.96 મીટર નોંધાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ડેમની જળસપાટી 137.96 મીટર સુધી પહોંચી છે અને 97.42 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. ડેમમાં નવા પાણીની આવકને પગલે ફરી એકવાર સ્થાનિકોમાં જીવ તાળવે ચોંડ્યાં છે.

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. અગાઉ ભારે વરસાદ બાદ ડેમમાં વઘારે આવક થઈ હતી. જેને લઈ પાણી છોડવામાં આવ્યુ હતુ. 100 ટકા ડેમ ભરાયા બાદ પણ જળસ્તર ઘટાડવાને લઈ ડેમની સપાટી ઘટી હતી. પરંતુ હવે ફરીથી સતત ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ડેમમાંથી હાલમાં 2 લાખ 43 હજાર ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યુ છે. જેની સામે સરદાર સરદાર સરોવરમાં બપોરે 2 લાખ 61 હજાર ક્યુસેકની આવક નોંધાઈ હતી. સોમવારે મોડી સાંજે આ આવક ત્રણ લાખે પહોંચી હતી. આમ સતત પાણીની આવકને લઈ 97.42 ટકા સ્ટોરેજ રાત્રે 9 કલાકે નોંધાયુ હતુ. જ્યારે જળસપાટી 137.96 મીટર નોંધાઈ હતી.

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો છે, જેથી જળાશયોમાં નવી આવક થઈ છે અને અનેક જળાશયો છલકાયાં છે. દરમિયાન તાજેતરમાં જ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ ભરૂચ અને વડોદરા સહિતના કાંઠાના અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘુસી ગયા હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.