Site icon Revoi.in

બીટકોઇનની વધતી બોલબાલા, અલ સાલ્વાડોરમાં વિશ્વનું પ્રથમ બીટકોઈન સિટી બનશે

Social Share

વિશ્વમાં સતત વધતી બીટકોઇનની બોલબાલા

હવે અલ સાલ્વાડોરમાં વિશ્વનું પ્રથમ બીટકોઈન સિટી બનશે

રોકાણને વેગ આપવા આ નિર્ણય લેવાયો

દિલ્હીઃ વિશ્વમાં એક તરફ જ્યાં બીટકોઈનની બોલબાલા વધી છે ત્યારે વધુને વધુ લોકો બીટકોઈનમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. બીજી તરફ અલ સાલ્વાડોર વિશ્વનું પ્રથમ બીટકોઈન શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ શહેરને બીટકોઈન સમર્થિત બોન્ડ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

આ અંગે વાત કરતાં અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ જણાવ્યુ કે, અલ સાલ્વાડોરમાં રોકાણને વેગ આપવા અને ક્રિપ્ટો મુદ્રાનો ઉપયોગ કરવા માટે બીટકોઈનમાં રોકાણને વધાર્યું છે.

લા યુનિયનના પૂર્વ ક્ષેત્રમાં બનાવવામાં આવેલા અ શહેરને બિટકોઇનથી એક નવા વિકાસનો આયામ મળશે.અને તેના પર વેટ સિવાય અન્ય કોઇ ટેક્સ નાખવામાં આવશે નહીં.

રાષ્ટ્રપતિ નાયબ બુકેલે દેશમાં ચાલી રહેલા એક સપ્તાહના બિટકોઇન પ્રચારના કાર્યક્રમના પૂર્ણાહૂતિ સમારંભને સંબોધિત કરી રહ્યાં હતાં.

આ જગ્યા સંપૂર્ણ રીતે આના માટે સમર્પિત છે.  બિટકોઇન પર  લગાવવામાં આવેલા વેટનો અડધો હિસ્સો શહેરના નિર્માણ માટે જારી કરવામાં આવેલા બોન્ડનું ફંડ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

જ્યારે બાકીની અડધી રકમનો ઉપયોગ કચરાના નિકાલ જેવી સેવાઓ માટે કરવામાં આવશે. આ ઉપરાંત જાહેર ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે લગભગ 3 લાખ બિટકોઇનનો ખર્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં અલ સાલ્વાડોર બિટકોઇનને કાયદાકીય માન્યતા આપનાર વિશ્વનોે પ્રથમ દેશ બની ગયો હતો.

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિએ શહેરની સંરચના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરનો એરિયલ વ્યુ બિટકોઇન જેવુ જોવા મળશે. આ ઉપરાંત આ શહેરમાં કોમર્શિયલ અને રેસિડેન્સિયલ ઇમારતોની સાથે એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે.