Site icon Revoi.in

ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન, પખવાડિયા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

Social Share

અમદાવાદઃ દિવાળી બાદ નૂતન વર્ષ સાછે જ કારતક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. અને શિયાળાના પાંચ દિવસ વિતી ગયા છે. છતાં હજુ વાતાવરણમાં ઉષ્ણતામાનનો અહેસાસ થઈ રહ્યો છે. ગામડાંઓમાં મોડી રાત્રે થોડી ઠંડી અનુભવાય છે. બપોરના ટાણે ગરમી અનુભવાતી હોવાથી એસી અને પંખાઓ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ પખવાડિયા બાદ એટલે કે નવેમ્બરના મધ્યથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે.

સૂત્રના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સવાર-સાંજ ફુંકાતા ઠંડા પવનોની સાથોસાથ ધીમા પગલે શિયાળાનું આગમન થઇ રહ્યાનો અહેસાસ થઇ રહ્યો છે અને અનેક સ્થળોએ લઘુતમ તાપમાન 15 થી 21 ડિગ્રી વચ્ચે નોંધાવા લાગ્યું છે.  જ્યારે અમદાવાદ સહિત મહાનગરોમાં હજુ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. .હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રવિવારે દિવસ દરમ્યાન સ્વચ્છ આકાશ રહેશે. તેમજ સાંજ થતાં ઠંડકનો અનુભવ થશે.
અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ઉષ્ણતામાનનો અનુભવ થશે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે.  રવિવારે મહતમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. તો આણંદમાં મહતમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુતમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. જયારે અરવલ્લીમાં પણ મહતમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જયારે બનાસકાંઠામાં મહતમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. ભરૂચમાં મહતમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે.

હવામાન શાસ્ત્રીઓએ ઉમેર્યું હતું કે,  દાહોદ જિલ્લામાં સાંજથી શિયાળાનો અનુભવ થશે અને રાત્રે તાપમાન 18 ડિગ્રી થશે, તો મહતમ તાપમાન 32 ડિગ્રી અનુભવાશે. તેના કારણે સાંજથી શિયાળા જેવી ઠડક અનુભવાશે. બોટાદનું મહતમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે. જયારે ભાવનગરમાં મહતમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુતમ તાપમાન ર3 ડિગ્રી અનુભવાશે. જયારે છોટા ઉદેપુરમાં મહતમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યુનતમ તાપમાન 19 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. જયારે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારો અને ગીર સોમનાથમાં હુફાળુ વાતાવરણ રહેશે.