Site icon Revoi.in

સિંગાપોરમાં બેડરૂમમાંથી કોબરાના ફુંફાડાના અવાજથી મહિલા ડરી, હકીકત જાણીને ચોંકી ઉઠી

Social Share

દિલ્હીઃ સમાન્ય રીતે સાપનું નામ સાભળીને ભલ-ભલાને પરસેવા છુટી પડે છે. દરમિયાન સિંગાપોરમાં એક મહિલના રૂમમાંથી કોબરાના ફુંફાડનો અવાજ આવતો મહિલા ડરી ગઈ હતી. તેમજ તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો. જો કે, રેસ્ક્યુ ટીમની તપાસમાં જે હકીકત બહાર આવી તે જાણીને મહિલા પણ ચોંકી ઉઠી હતી. ઈલેક્ટ્રીક ટુથબ્રશમાં પાણી ઘુસી જતા આવો અવાજ આવતો હતો. ઘરમાંથી સાપ નહીં નીકળતા મહિલા અને રેસ્ક્યુ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સિંગાપોરમાં એક મહિલાના ઘરમાં કોબરાના ફુંફાડાનો અવાજ આવતો હતો. જેથી ડરી ગયેલી મહિલાએ તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો. આ અંગેની જાણ થતા રેસ્ક્યુ ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ સાપને શોધવા તપાસ શરૂ કરી હતી. ટીમે જે તરફથી અવાજ આવતો હતો ત્યાં તપાસ કરતા એક ઈલેક્ટ્રીક ટુથબ્રશ મળ્યું હતું. આ બ્રશમાં પાણી ઘુસી ગયું હતું. જેથી તેમાં હિસિંગનો અવાજ આવતો હતો. બ્રશ ઓન અને ઓફ કરીને જોતાં ખબર પડીક એ આ ઝેરી કોબરા સાપનો નહી, પરંતુ ટૂથબ્રશનો અવાજ છે. હકીકત સામે આવતા મહિલાએ રેસ્ક્યુ ટીમની માફી માંગી હતી. ઘરમાં સાપની જગ્યાએ એક બ્રશમાંથી અવાજ આવતો હોવાનું સામે આવતા રેસ્ક્યુ ટીમ અને મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો.