Site icon Revoi.in

નક્સલ વિરોધી અભિયાનમાં સામેલ થઈ શકે છે મહિલા ઓફિસર્સ, બની શકે છે કોબ્રા કમાન્ડો: CRPFના ડીજી

Social Share

કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ હવે નક્સલવાદીઓ સામે લડવા માટે તેના સ્પેશિયલ જંગલ વોરફેર કમાન્ડો ફોર્સમાં મહિલા અધિકારીઓની નિમણૂક પર વિચાર કરી રહી છે. આ માહિતી સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ ડો.એ.પી.મહેશ્વરીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન આપી હતી. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેશ્વરીએ કહ્યું કે, અમે CoBRA માં મહિલાઓને સામેલ કરવા અંગે વિચારણા કરી રહ્યા છીએ.

હાલમાં દેશમાં 12,000 CoBRA છે, જેઓ મુખ્યત્વે વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં તૈનાત છે. CoBRA નું નામ દુનિયાના સૌથી ખતરનાક કમાન્ડોમાંનું એક છે. CRPF ની આ ઘાતક કમાન્ડો યુનિટ વર્ષ 2009માં બનાવવામાં આવી હતી. CRPF દુનિયાનું સૌથી મોટું અર્ધસૈન્ય બળ છે. એવામાં સ્પેશિયલ કામગીરી ઉપરાંત તે દેશની ઘણી મહત્વપૂર્ણ હસ્તીઓને સુરક્ષા પણ પૂરી પાડે છે

મહેશ્વરીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, વીઆઈપી સિક્યુરિટી વિંગની વધતી જવાબદારીને ધ્યાનમાં રાખીને CRPF તેની કુશળતા સતત વધારીને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સાથે મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. SPG એક અલગ એજન્સી છે, જે વડાપ્રધાનનું રક્ષણ કરે છે. તેમણે કહ્યું, અમે વીઆઈપી સુરક્ષાની અમારી કુશળતા સુધારી છે. અમે સલામતીનાં શ્રેષ્ઠ ધોરણોને અનુસરી રહ્યા છીએ. અમે SPG ના શ્રેષ્ઠ ધોરણોને મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

CRPF 62 વીઆઈપીને સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ પાર્ટીના વડા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સામેલ છે.

મહેશ્વરીએ કહ્યું કે, CRPFને સૌથી મોટો ખતરો IED હુમલાથી છે. તેમણે કહ્યું, IED શોધવા માટેના ઘણા સાધનો છે, પરંતુ તેમાંથી કોઈ પણ એવું નથી કે, તે એકદમ સચોટ હોય. આ તે એવું ક્ષેત્ર છે, જેના માટે તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કામ કરી રહી છે.

-દેવાંશી