Site icon Revoi.in

મેકઅપને લઈને મહિલાઓએ પોતાના આ વિચારોને બદલવા જોઈએ

Social Share

સુંદરતા અને સ્ત્રી, આ વિશે એવુ કહી શકાય કે સ્ત્રી એ શરીર છે તે સુંદરતા તેની આત્મા છે, કારણ કે દરેક સ્ત્રી પોતાની સુંદરતા માટે તે તમામ પ્રકારની કાળજી રાખે છે જેની તેને જરૂર હોય છે અથવા તે તેને ગમતું હોય છે. પણ દરેક સ્ત્રીઓ મેકઅપને લઈને જે વિચારતી હોય છે તે વિચારોને બદલવો જોઈએ.

કેટલીક સ્ત્રીઓ વિચારતી હોય છે કે મેકઅપના કારણે તેમને ચહેરા પર ખીલ થાય છે, બની શકે કે મેકઅપના કારણે ખીલ થઈ શકે, પરંતુ તેની પાછળનું કારણ કંઈક બીજું છે. નિષ્ણાતોના મતે, જો તમે લાંબા સમય સુધી ચહેરા પરથી મેકઅપ દૂર ન કરો, તો ચહેરા પર ખીલ થઈ શકે છે.

કેટલીક સ્ત્રીઓ વિચારતી હોય છે કે ત્વચા જો ઓઈલી હોય તો તેમાં મોઈશ્ચરાઈઝર કરવાની જરૂર નથી પણ આ વાત તદ્દન રીતે ખોટી છે. કારણ કે દરરોજ ત્વચાને હાઇડ્રેટેડ રાખવાની જરૂર છે. ત્વચામાં ઉત્પાદિત તેલ સીબુમ છે અને જો તે મોઇશ્ચરાઇઝ્ડ નથી, તો તે સૂકવવા લાગે છે. લોકોને લાગે છે કે મેકઅપ કરતી વખતે મોઈશ્ચરાઈઝર ન લગાવવું જોઈએ, પરંતુ આવું વિચારવું ખોટું છે. મેકઅપ લગાવતા પહેલા અને તેને ઉતાર્યા પછી ત્વચા પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.

લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી. મેકઅપમાં પણ કેટલાક પ્રકારના કેમિકલ્સ અને પ્રોડક્ટ્સ હોય છે તો તેનો ઉપયોગ કરતા પહેલા તમામ પ્રકારની સૂચનાઓને વાંચી લેવી પણ જરૂરી છે.