Site icon Revoi.in

MP: વિધાનસભામાં હવે પપ્પુ અને ઢોંગી જેવા શબ્દોનો નહીં થાય ઉપયોગ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભામાં હવે પપ્પુ અને ઢોંગી જેવા શબ્દોનો શાસક અને વિપક્ષ ઉપયોગ કરી શકશે નહીં. મધ્યપ્રદેશ સરકારે 1100થી વધારે શબ્દો ઉપર પ્રતિબંધ મુક્યો છે. તેમજ આ અંગેની પુસ્તીકા પણ જાહેર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, સંસદીય કાર્ય મંત્રી નરોત્તમ મિશ્રા અને વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમ દ્વારા જારી કરવામાં આવેલા પુસ્તકમાં અસસંદીય શબ્દ, શબ્દસમૂહો અને વાક્યોની સમગ્ર યાદી આપવામાં આવી છે. જેમાંથી મોટા ભાગના શબ્દ, શબ્દસમૂહો અને વાક્યો હિંદીના જ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા એક-બીજા ઉપર ગંભીર આક્ષેપ કરવાની સાથે કેટલાક એવા શબ્દો પણ ભોલવામાં આવે છે જેનાથી અન્ય વ્યક્તિ તથા રાજકીય પક્ષની પ્રતિષ્ઠાને અસર થાય છે. જેથી મધ્યપ્રદેશ સરકારે વિધાનસભામાં આવા શબ્દોના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય કર્યો હતો. તેમજ 1100થી વધારે શબ્દો ઉપર પ્રતિબંધ ફરમાવીને તેની પુસ્તીકા જાહેર કરવામાં આવી છે. જેમાં ઢોંગી, નકામુ, ભ્રષ્ટ, ગુંડા, તાનાશાહ જેવા શબ્દ સામેલ છે તો ખોટુ બોલવુ, વ્યાભિચાર કરવો જેવા શબ્દસમૂહો પણ સામેલ છે. જેથી હવે મધ્યપ્રદેશ વિધાનસભામાં હવે સત્તાધારી પક્ષ કે વિપક્ષ આ શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં.