Site icon Revoi.in

ભાવનગર: સિહોર જીઆઈડીસી સ્થિત ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, કેટલાક શ્રમિકો ઈજાગ્રસ્ત

Social Share

ભાવનગર: સિહોરના ઘાંઘળી નજીક એક ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં 12 થી વધુ લોકો ઘવાયા છે. સિહોરના ઘાંઘળી ખાતે જી.આઈ.ડી.સી નંબર 4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં રાત્રીના સમયે એકાએક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 12 થી વધુ લોકો ફેકટરીમાં ઘવાયા જેમને બચાવી લેવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.

હાલ આ પ્રકારની ઘટના બનતા કામને પણ નુક્સાન થયું છે. જો કે સદભાગ્યથી આ ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી. જે લોકો ઈજાગ્રસ્ત છે તે લોકોની અત્યારે સારવાર ચાલી રહી છે.  સ્થાનિકોના કહેવા અનુસાર આ ફેક્ટરીમાં કેવી રીતે બ્લાષ્ટ થયો તેના વિશે પણ હજૂ સુધી કોઈ જાણકારી મળી નથી પણ તેના વિશે હાલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

ઘટના ગંભીર હોવાથી અને તેની જાણ અગાઉથી હોસ્પિટલ કરવામાં આવતા તાકીદે સ્ટ્રેચર સાથે સ્ટાફ સારવાર માટે તૈયાર થઈ ગયા હતા. 108 ની ગાડીઓ એકી સાથે હોસ્પિટલ પહોંચી હતી અને દાઝેલા તમામની ઝડપી સારવાર હાથ ધરી હતી. આ બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તેનું સાચું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ આવી દુર્ઘટના ક્યારેક સર્જાતી હોય છે, જેમાં ફેક્ટરીમાં કામ કરતા મજૂરો હેલ્મેટ, બુટ સહિતની સેફટી સાથે કામ કરતા હોય કોઈ જાનહાની થવા પામી ન હતી.

Exit mobile version