Site icon Revoi.in

World Asthma Day 2021: અસ્થમાના દર્દીઓ ડાયટમાં આ વસ્તુઓને કરો સામેલ, રહેશો સ્વસ્થ

Social Share

આજે વિશ્વ અસ્થમા દિવસ છે. અસ્થમા એક એવી બીમારી છે જેમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બીમારીનો કોઈ ઉપાય નથી. જો કે,સમયસર જાણ થયા બાદ દવાઓની મદદથી અસ્થમાના અટેકને ઓછુ કરી શકાય છે.યોગ્ય આહાર અને દવાઓથી તમે સામાન્ય જીવન જીવી શકો છો.

દુનિયાભરમાં આજે વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે વિશ્વ અસ્થમા દિવસ મેના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવે છે. દિવસેને દિવસે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ બીમારીથી પ્રભાવિત થઈ રહ્યા છે. ભારતમાં દસમાંથી એક વ્યક્તિ અસ્થમાથી પ્રભાવિત છે. વર્ષ 1998 માં પ્રથમ વખત વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અસ્થમાને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે અસ્થમા દિવસની થીમ છે- અસ્થમા સંબંધિત તમામ તકલીફને દૂર કરવાની છે.

કોઈ પણ બીમારીના ઉપચાર માટે ખાણીપીણીને વિશેષ ધ્યાન આપવું જોઈએ. અસ્થમાના દર્દીઓ તેમના આહારમાં કેટલીક ચીજોનો સમાવેશ કરીને આ બીમારીનું જોખમ ઘટાડી શકે છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે.

વિટામિન સી ફૂડસ

વિટામિન સી ફૂડસમાં એન્ટીઓકિસડેંટ ભરપૂર માત્રામાં હોય છે જે ફ્રી રેડિકલ્સથી લંગ્સને સુરક્ષિત કરે છે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો અસ્થમાના દર્દી વિટામિન સીથી ભરપુર ખોરાક લેતા હોય તો અસ્થમાના એટેકનું જોખમ ઓછું થઇ જાય છે. તેથી ડાયટમાં નારંગી,લીંબુ,કીવી,બ્રોકોલી વગેરેનું સેવન કરવું.

પાણી પીવું

પૂરતા પ્રમાણમાં પાણી પીવો. પાણીનો અભાવ ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. પાણીના અભાવને કારણે હિસ્ટામાઇન ઝડપથી વધે છે. આને કારણે અસ્થમાની સમસ્યા થઇ શકે છે. આ સિવાય બીજી બીમારીઓ પણ થઇ શકે છે. તેથી શરીરમાં પાણીનો જરા પણ અભાવ ન થવા દો.

લીલા શાકભાજી ખાઓ

ખોરાકમાં લીલી શાકભાજીનું સેવન કરો. લીલા શાકભાજીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હાજર હોય છે. શાકભાજી ખાવાથી અસ્થમાના એટેકનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત ફેફસામાં કફ પણ જામતો નથી. લીલા શાકભાજી ખાવાથી આંતરડા અને ફેફસાં સ્વસ્થ રહે છે.

હળદર

અસ્થમામાં શ્વસન માર્ગમાં સોજો આવે છે. જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો તમારા ડાયટમાં હળદરનું સેવન કરો. હળદરમાં એંટી ફ્લેમેટરીના ગુણ હોય છે જે શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. સ્નાયુઓને પણ આરામ આપે છે. અસ્થમાના લક્ષણોને ઘટાડવા માટે હળદર ખૂબ ફાયદાકારક છે.