નવી દિલ્હીઃ બ્રિટન સહિત દુનિયાના અનેક દેશો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. બીજી તરફ ભારતનું અર્થતંત્ર વધારે મજબુત બની રહ્યું છે. દરમિયાન વિશ્વ બેંકે ભારત માટે 2022-23માં જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને 6.9 રાખ્યું હોવાનું જાણવા મળે છે.
વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાના મજબૂતીના સંકેતો દેખાઈ રહ્યા છે. આ સાથે વિશ્વની મોટી સંસ્થાઓ પણ સંમતિ દર્શાવે છે. વિશ્વ બેંકે તેના અપડેટમાં માહિતી આપી છે કે, વિશ્વમાં પડકારજનક પરિસ્થિતિ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરી રહી છે.
વિશ્વ બેંકે ભારત માટે 2022-2023 GDP વૃદ્ધિનું અનુમાન વધારીને 6.9% કર્યું છે. વર્લ્ડ બેંકના મતે આ વર્ષે પણ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત મળી શકે છે. આ સાથે અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોમાં વિકાસ દર ધીમો રહેવાની આશંકા વ્યક્ત કરી છે.
વિશ્વ બેંકના ગ્લોબલ ઈકોનોમી પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં વિકાસ દર 9.7% વધ્યો છે. વિશ્વ બેંકે આ વર્ષ માટે તેના વૈશ્વિક વૃદ્ધિ અનુમાનને 3% થી ઘટાડીને 1.9% કર્યું છે.