આણંદ, 24 એપ્રિલ, 2026 – સણસોલી ખાતે તાજેતરમાં વિશ્વ પૃથ્વી અઠવાડિયાની ઉજવણી અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, સણસોલી, તા. મહેમદાવાદ જી.ખેડા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત ચાર ગામના કૃષિ સખી અને કોમ્યુનિટી ખેડૂતો માટે તા.૨૨-૦૪-૨૬ ના રોજ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ થયો.
તેમાં મહુધા અને મહેમદાબાદ તાલુકાઓના જુદા જુદા ગામના કુલ ૬૦ ખેડૂતોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કેંદ્ર સરકારે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કરેલું છે, તેના ભાગ રુપે પ્રાકૃતિક કૃષિ તાલીમના ત્રીજા તબ્બક્કાનો સણસોલી ખાતે પ્રારંભ થયો.
આ પ્રસંગે કેન્દ્રના સહ સંશોધન વિજ્ઞાની અને યુનિટ વડાશ્રી, ડૉ. ડી. બી. પ્રજાપતિ, ડૉ. ભરત એન. ઠકકર, મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, રાજદીપ ચૌહાણ, પ્રોજેકટ મનેજરશ્રી, આત્મા ખેડાનો બી.ટી.એમ.સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ શ્રી રાજદીપ ચૌહાણ દ્વારા સ્વાગત કરી પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત રજુ કરીને શરૂ કરવામાં આવ્યો.
આ પણ વાંચોઃ બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું
ડૉ. ડી. બી. પ્રજાપતિએ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ પર પ્રસ્તાવના, પરીચય તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી જુદી જુદી જાતો તેમજ બિયારણ ઉપલબ્ધિ વિશે અને પ્રાકૃતિક ખેતીની ખેતી પદ્ધતિ અને ફાયદાઓની માહિતી આપી વાવેતર માટે ભલામણ કરી.
ડૉ. ભરતભાઇ એન. ઠકકરએ પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને મુલ્યવર્ધન પર માહિતી આપેલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું તેમજ રૂબરૂમાં જીવામૃત તૈયાર કરી તેને વાપરવાની પદ્ધતિ વિશે માહિતી આપી.
પ્રગતિશીલ ખેડૂત શ્રી ડાહ્યાભાઇ ડાભી, ફાર્મર મિત્રશ્રી, ગામ: અરાલ અને ઉદેસિંહ બારિયાએ પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘનજીવામૃતનુ પ્રત્યક્ષ નિદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજદીપ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યુ. ત્યારબાદ સરકારનો “પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા રાસાયણિક ખાતરનો વિકલ્પ જીવામૃત અને ઘનજીવામૃતનો ઓનલાઈન પ્રોગ્રામ નિહાળ્યો.
સદરહુ તાલીમ કાર્યક્રમમાં કઠલાલ તાલુકા, જિ. ખેડાના મહુધા અને મહેમદાબાદ તાલુકાઓના જુદા જુદા ગામના કુલ ૬૦ ખેડૂતોએ, કૃષિ સખી અને સી.આર.પી ફાર્મર તેમજ બે ખેતી મદદનીશો સર્વ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો.

