Site icon Revoi.in

વિશ્વ હાથી દિવસઃ એશિયામાં સૌથી વધારે હાથી માત્ર ભારતમાં

Social Share

નવી દિલ્હીઃ શુક્રવારે વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એશિયામાં સૌથી વધારે હાથી માત્ર ભારતમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસ પર હાથી સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમજ છેલ્લા 8 વર્ષમાં હાથી અનામતની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હાથીનું રક્ષણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. તમને એ જાણીને આનંદ થશે કે એશિયાના તમામ હાથીઓમાંથી લગભગ 60 ટકા ભારતમાં રહે છે. છેલ્લા 8 વર્ષમાં હાથી અનામતની સંખ્યામાં વધારો થયો છે. હું હાથીઓના રક્ષણમાં સામેલ તમામ લોકોને પણ બિરદાવું છું.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “હાથી સંરક્ષણમાં મળેલી સફળતાઓને માનવ-પ્રાણી સંઘર્ષને ઘટાડવા અને પર્યાવરણીય ચેતનાને આગળ વધારવામાં સ્થાનિક સમુદાયો અને તેમના પરંપરાગત શાણપણને એકીકૃત કરવા ભારતમાં ચાલી રહેલા મોટા પ્રયાસોના સંદર્ભમાં જોવી જોઈએ.”