Site icon Revoi.in

વિશ્વ યુવા ચેમ્પિયનશિપ: ભારતીય યુવા તીરંદાજોએ રચ્યો ઇતિહાસ, મહિલા ત્રિપુટી અને મિશ્ર ટીમે નવા વિશ્વ રેકોર્ડ સર્જ્યા

Social Share

 

દિલ્હીઃ તાજેતરમાં જ ઓલિમ્પિક સમાપ્ત થઈ હતી જેમાં ભારતના રમતવીરોએ અનેક પડકારને ઝીલીને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે હવે પોલેન્ડમાં ચાલી રહેલી વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં ભારતીય અંડર -18 મહિલા તીરંદાજોએ હવે  ઇતિહાસ રચ્યો છે. મહિલા કમ્પાઉન્ડ અને મિશ્ર ટીમે અહીં ક્વોલિફિકેશન રાઉન્ડમાં બે જુનિયર વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે.

પ્રિયા ગુર્જર, પરનીત કૌર અને રિધુ વર્ષિણી  સેન્થિલકુમારની ત્રિપુટીએ કેડેટ કમ્પાઉન્ડ વિમેન્સ ટીમ ઇવેન્ટમાં 2160 માંથી 2067 સ્કોર મેળવીને ટોચ પર સ્થાન મેળવ્યું હતું. ભારતીય ખેલાડીઓનો આ સ્કોર વર્લ્ડ રેકોર્ડ કરતાં 22 પોઇન્ટ વધારે છે. આ પહેલા અમેરિકન ટીમે 2045 નો સ્કોર બનાવ્યો હતો.

આ સિવાય, કમ્પાઉન્ડ કેડેટ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ પ્રિયા અને કુશાલ દલાલની જોડીએ 1401 ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ટોપ સ્થાન હાંસલ કર્યું. હવે ક્વોલિફિકેશન રાઉન્ડ પછી, નોકઆઉટ સ્ટેજ બુધવારે અંતિમ 64 સાથે શરૂ થશે. જેમાં મહિલા કમ્પાઉન્ડ ટીમને બાય કરવાના કારણે તે સીધા છેલ્લા 16 રાઉન્ડમાં જશે.