વિશ્વ કૌશલ્ય દિવસ, યુવાધનના બેરોજગારીના પડકારોને દૂર કરવા અને તેમને કોશલ્ય વિકાસ માટે જાગૃત કરવા તેની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે એવી એક સંસ્થાની વાત કરીશું જે યુવાધનને નવા ભારત ભણી લઈ જઈ આત્મનિર્ભરતાનો માર્ગ મોકળો બનાવી રહી છે. જી હા, અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રશિક્ષણ દ્વારા આ ઉમદાકાર્ય થઈ રહ્યું છે. ASDC જરૂરિયાતમંદ યુવાઓને રોજગારલક્ષી તાલીમ દ્વારા આત્મનિર્ભર બનાવી ભવિષ્યને ઉજ્વળ બનાવવામાં સિંહફાળો આપી રહ્યું છે.
તિરોડા(મહારાષ્ટ્ર)માં રહેતી પ્રજ્ઞા પિતાના વેલ્ડીંગ બિઝનેસમાં જોડાવવા ઈચ્છતી હતી, પરંતુ જરૂરી કૌશલ્યોનો અભાવ હતો. વળી ઉચ્ચશિક્ષણ મેળવવા આર્થિક પડકારો ઉભા જ હતા. પરંતુ પરિવારને મદદરૂપ થવાનો તેનો નિસ્ચય દૃઢ હતો. ASDCનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી તેણીએ પિતાના બિઝનેસમાં જોડાવવાનું તેમજ આત્મનિર્ભર બનવાનું સપનું સાકાર કર્યું.
પ્રજ્ઞા જણાવે છે કે “હું મારા કામને બરાબર માણું છું, પિતાને મદદરૂપ થઈ નાણાંકીય જવાબદારીઓ ઉપાડવા સક્ષમ હોવાનો મને ગર્વ છે. આ વ્યવસાયના વધુ કૌશલ્યો શીખી માતા-પિતાને ગૌરવ અપાવવા હું ખુબ જ આતુર છું”.
ASDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી જણાવે છે કે “ઝડપથી બદલાતી ટેક્નોલોજી સાથે કાર્યસ્થળ અને નોકરીઓમાં આનુસંગિક ફેરફારો થયા છે. ASDC એ નોકરીમાં તાલમેલ જાળવી રાખવા સ્વયંને સતત અપડેટ રાખવાનો માર્ગ મોકળો કર્યો છે. વિવિધતાસભર AI થી યુવાનો માટે ભવિષ્યમાં વધુ રોજગારીઓનું સર્જન થશે”. તેઓ ઉમેરે છે કે “વિકાસશીલ ટેક્નોલોજી સાથે ઉત્પાદકતા વધારતા કુશળ માનવબળ મેળવવાનો પડકાર મોટો છે. ASDC ટેક્નોલોજી આધારિત પ્રોગ્રામ જેવા કે ડ્રોન પાઇલટ, EV ચાર્જિંગ વગેરેને મહત્વ આપી રહ્યું છે.
તમિલનાડુના નંદીમ્બક્કમમાં રહેતી નંધિનીની યાત્રા પણ અનેક પડકારોથી ભરેલી હતી. તેનો ઉછેર ત્રણ ભાઈ-બહેનો સાથે અનાથાશ્રમમાં થયો હતો. નંધિની જણાવે છે કે “જ્યારે મને ASDC વિશે ખબર પડી ત્યારે મેં બ્યુટિશિયન કોર્સમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું. જેમ જેમ હું તાલીમ મેળવતી થઈ તેમ-તેમ આત્મવિશ્વાસ વધતો ગયો અને આત્મનિર્ભર બનવાનાં લક્ષ્ય તરફ આગળ વધતી ગઈ”.
બ્યુટિશિયન બનવાની સાથે તેની આર્થિક પરિસ્થિતી ઉત્તરોત્તર સ્થિર થવા લાગી. નંધિની જણાવે છે કે “બ્યુટિશિયનનું કૌશલ્ય ધરાવતા મહેંદી, બ્રાઇડલ અને બ્રાઇડમેઇડ જેવા કામોથી કમાણી કરી મેં પોતાનું સલૂન ઉભું કર્યુ છે. આજે હું મારા ભવિષ્ય માટે થાપણ બચાવી પરિવારને મદદ કરી રહી છું”
ASDC ભારતમાં 13 રાજ્યોમાં 70 થી વધુ અભ્યાસક્રમો દ્વારા સક્રિય યોગદાન કરે છે. યુવાનો માટે તે નવા કૌશલ્ય વિકાસ અને અપગ્રેડેશન પ્રોગ્રામ્સ તૈયાર કરી રહી છે. ASDC વર્ચ્યુઅલ રિયાલિટી, મેટાવર્સ અને સિમ્યુલેશન-આધારિત અભ્યાસક્રમો પણ શીખવી રહી છે.