Site icon Revoi.in

શનિવારે પીપળાની પૂજા કરવાથી જીવનમાં આવે છે સકારાત્મક બદલાવ

Social Share

પીપળાને પૂજનીય વૃક્ષ માનવામાં આવે છે.ગીતામાં ભગવાન કૃષ્ણે આ વૃક્ષને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે.એવું કહેવાય છે કે,જો પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો નારાયણ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, સાથે જ 33 કરોડ દેવતાઓ, પૂર્વજો વગેરેની કૃપા પણ પ્રાપ્ત થાય છે.તેનાથી સુખ, સમૃદ્ધિ, સફળતા, ધનના આગમનના દ્વાર ખુલે છે અને પરિવાર ખુશહાલ બને છે.પરંતુ જો તમને શનિ સાથે સંબંધિત કોઈ પીડા જેવી કે શનિ સાદેસતી, શનિની ધૈયા, શનિની મહાદશા વગેરેનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે શનિવારે પીપળાની પૂજા કરવી જોઈએ. બ્રહ્મ પુરાણના 118મા અધ્યાયમાં શનિદેવે પોતે કહ્યું છે કે જે કોઈ શનિવારે પીપળાને સ્પર્શ કરે છે, તેની પૂજા કરે છે, તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થશે.તેને શનિ સંબંધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

જો તમે દરરોજ પીપળાની પૂજા ન કરી શકો તો ઓછામાં ઓછા શનિવારે તો જરૂર કરો.તેનાથી તમારી બધી ઈચ્છાઓ પણ પૂરી થાય છે અને સફળતા અને ધનનો માર્ગ ખુલે છે.અહીં જાણો શનિવારે કરવાના પીપળા સંબંધિત કેટલાક એવા ઉપાય જે તમારી બધી પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

શનિવારે કરો આ ઉપાય

સફળતા માટે

કહેવાય છે કે શનિદેવ ભગવાન કૃષ્ણના ભક્ત છે આવી સ્થિતિમાં શનિવારે પીપળાની પૂજા કરવાથી પણ શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ એટલે કે નારાયણ, જ્યારે નારાયણ પ્રસન્ન થાય છે, ત્યારે માતા લક્ષ્મીની કૃપા આપોઆપ થાય છે.તેથી દર શનિવારે દૂધમાં ગોળ અને પાણી મિક્સ કરીને પીપળામાં નાખો.જેના કારણે વ્યક્તિના વિરોધી ગ્રહો પણ તેના પક્ષમાં આવે છે અને તે ઝડપથી સફળતાની સીડીઓ ચઢે છે. જો આ ઉપાય રોજ કરી શકાય તો વધુ સારું છે.

આર્થિક તંગી દૂર કરવા માટે

પરિવારની આર્થિક તંગી દૂર કરવા માટે દર શનિવારે પીપળાના ઝાડના મૂળને સ્પર્શ કરો અને સાંજે સરસવના તેલનો દીવો કરો.આ પછી પીપળાની 5 કે 7 વાર પ્રદક્ષિણા કરો.આ સિવાય શનિવારે એક પીપળાનું પાન લાવો અને તેના પર અત્તર લગાવો અને તેને તમારા પર્સમાં રાખો. આમ કરવાથી પરિવારમાં પૈસાની સમસ્યા જલ્દી દૂર થાય છે અને આવકમાં ઝડપથી વધારો થાય છે.