Site icon Revoi.in

યે રીશ્તા ક્યા કહેલાતા હે……ફેમ મોહસીન ખાન-શિવાંગી જોશીના સોંગ ‘તેરી અદા’ નું ટિઝર રિલીઝ 

Social Share

કોતેરી અદા સોંગનું ટિઝર રિલીઝ

મુંબઈઃ- યે રિશ્તા ક્યા કહેલાતા હેથી જાણીતા બનેલા સ્ટાર મોહસીન ખાન અને શિવાંગી જોશી ફરી એક વખત પોતાના સોંગમાં સાથે જોવા મળશે, આ સોંગના શબ્દો છે,તેરી અદા,,જેનું આજરોજ વેલેન્ટાઈનડે પર ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

હમણા જ આ સોંગના સેટ પરથી શિવાંગી અને મોહસીનના ઘણા ફોટો વાયરલ થયા હતા આ સોંગના ટિઝરમા મોહસીન ખાન અને શિવાંગી જોશીની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

તેરી અદા સોંગને VYRLOriginals ની YouTube ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. મોહસીન ખાન અને શિવાંગી જોશીનું પહેલું મ્યુઝિક આલ્બમ બારિશ પણ આ યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું હતું. તેરી અદાના ટીઝરની વાત કરીએ તો 29 સેકન્ડમાં  બન્નેની કેમેસ્ટ્રી જોવા મળે છે.

યે રીશ્તા ક્યા કહેલાતા હે  સિરિયલથી મોહસીન ખાન અને શિવાંગી જોશીની જોડી વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે અને આ ગીત દ્વારા તેમની જોડી ફરી એકવાર સ્ક્રિન પર સાથે રોમાંસ કરતી જોવા મળશે. ત્યારે હવે તેમના ચાહક દર્શકો પણ તેમના ઓ સોંગની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે.

Exit mobile version