Site icon Revoi.in

યોગ દિવસઃ સાબરકાંઠાના મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં કરે છે યોગ

Social Share

અમદાવાદઃ ભારત સહિત સમગ્ર દુનિયાના લોકો હવે યોગ તરફ વળ્યાં છે. દરમિયાન આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે લોકો જમીન ઉપર યોગ કરતા જોવા મળે છે. પરંતુ સાબરકાંઠાના 61 વર્ષીય નવયુવાન મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં નિયમિત યોગ કરે છે. તેમણે પાણીમાં યોગ કરતા જોઈને લોકો ચોંકી જાય છે. મહેન્દ્રસિંહને પાણીમાં યોગ કરતા જોઈને હવે તેમના મિત્રોમાં પણ યોગ તરફ વળ્યાં છે. તેઓ તમામ પ્રકારના યોગ પાણીમાં કરે છે.

યોગથી શરીર અને મન મન પ્રફુલિત થાય છે. પહેલાના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં યોગ કરતા હોય છે. ત્યારે હિંમતનગરના મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે

મહેંદ્રભાઇએ જણાવ્યું હતું કે, હું બાળપણથી જ  જમીન પર જ યોગ કરતો હતો, પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી  હિંમતનગરમાં સ્વીમીંગ પુલ ચાલુ થયો ત્યારથી હું સ્વીમીંગ કરવા આવતો હતો. મેં દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યુ હતુ કે આપના ઋષિઓ યોગ કરતા હતા. મને વિચાર આવ્યો કે હું પણ પાણીમાં યોગ કરૂ અને મે પાણીમાં યોગ કરવાનુ શરુ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મન પણ પ્રફુલિત થાય છે. મારી સાથે રહિને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે.

મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. અનેક લોકો મહેંદ્રસિંહને યોગ કરતા જોતા જ રહી જાય છે કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવુ એ આમ તો અશક્ય છે. મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ અશક્ય ને શક્ય કરવામાં સફળ નીવળ્યા છે અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે. હાલ તો મહેન્દ્રસિંહની પ્રેરણા લઈને  અનેક લોકો યોગ કરતા શીખી રહ્યા છે અને બાળકોને પણ મહેંદ્રસિંહ યોગ શીખવી રહ્યા છે.