1. Home
  2. Tag "sabarkantha"

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માઃ આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભયાઁ

ખેડબ્રહ્માઃ લોકસભા ચૂંટણી અંતર્ગત હાલમાં ઉમેદવારોના નામાંકનપત્રો ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જ્યારે ઉમેદવારોએ આજે વિજય મુહુર્તમાં ફોર્મ રજૂ કયાઁ હતા. જ્યારે આજે સાબરકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરી જઈને કલેક્ટર નૈમેષ દવેને નામાંકન પત્ર ભયુઁ હતુ. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ તેમના ટેકેદારો […]

સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલતાં ફરી અસંતોષની આગ, કાર્યકર્તાઓની રાજીનામાંની ચીમકી

હિંમતનગરઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ સાબરકાંઠાની બેઠક માટે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરાયા બાદ વિરોધ થતાં તેમને બદલીને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ફરીવાર વિરોધ ઊભો થયો છે. અને ભીખાજીને ફરી ટિકિટ આપવામાં નહીં આવે તો રાજીનામાંની ચીમકી તેમના સમર્થકોએ આપતા તેમજ સોશિયલ મીડિયા, રોડ-રસ્તા પર વિરોધનો વંટોળ ઊભો થતાં […]

આણંદ, અરવલ્લી અને સાબરકાંઠામાં બે વર્ષમાં 11.40 લાખ PMJAY કાર્ડ ઇસ્યુ કરાયાં

અમદાવાદઃ વર્ષ 2013માં ગુજરાતમાં માં કાર્ડ યોજનાનો અમલ શરૂ થયો હતો. આ યોજના દેશ માટે રોલ મોડલ બની છે, જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં […]

સાબરકાંઠાના સહકારી આગેવાન વિપુલ પટેલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સી.જે.ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતના વધુ એક રાજકીય આગેવાન પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાય તેવી શકયતા છે. સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, જો કે, તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

સાબરકાંઠામાં ખેડુતોએ સારા ભાવની આશાએ રવિ સીઝનમાં બટાકાના વાવેતરમાં કર્યો વધારો,

હિંમતનગરઃ જિલ્લામાં ખરીફ સીઝન પૂર્ણ થતાં હવે ખેડુતો રવિપાકના વાવેતરમાં પરોવાયા છે. આ વખતે બટેકાના પાકના વાવેતરમાં વધારો થયો છે. સારા ભાવ મળવાની આશાએ ખેડુતો બટેકાના પાકની ખેતી તરફ વળ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠામાં બટેકાનું વાવેતર થયું છે. ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ સાબરકાંઠામાં આ વર્ષે […]

સાબરકાંઠામાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવેતર નિષ્ફળ જવાની દહેશત

હિંમતનગરઃ  સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સમયાંતરે વરસાદના ભારે ઝાંપટા પડી રહ્યા છે. જેમાં પ્રાંતિજ સહિત ત્રણ તાલુકામાં તો ભારે વરસાદને કારણે વાડી ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવેતર વળી જવાની દહેશત ઊભી થઈ છે, તેથી ખેડુતો ચિંતિત બન્યા છે. સાબરકાંઠામાં ભારે વરસાદ વરસાદ વરસ્યો છે. જુલાઈ માસની શરુઆતથી જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આ […]

સાબરકાંઠામાં ખેલાયો ખુની ખેલઃ કૌટુંબિક તકરારમાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં એક-બે નહીં પરંતુ 3 વ્યક્તિઓની હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોશીના તાલુકામાં કૌટુંબિક ઝઘડામાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા થઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જીજણાટ ગામમાં રહેતો રમેશ ઉદાભાઈ […]

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદને લીધે ખેતી પાકને નુકશાન, હાઈવે પર ધૂમ્મસ છવાયું

મોડાસાઃ ચોમાસાની વિદાય લેવાના ટાણે જ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખરીફ પાકને નુકશાન થતાં ખેડુતો ચિંતિત બન્યા છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછાવત્તા અંશે વરસાદ ખાબક્યો છે. બપોર બાદ એકાએક યાત્રાધામ શામળાજી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. શામળાજી મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાયા હતા. તેમજ નેશનલ […]

સાબરકાંઠાઃ ઈડર નાગરિક સહકારી બેંકના મેનેજર સેવાનિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો

અમદાવાદઃ ઈડરમાં ઈડરના નાગરિક સહકારી બેંકના મેનેજર પ્રકાશ પરમાર સેવા નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. પ્રકાશભાઈ વર્ષોથી રાષ્ટ્રીય સ્વયં સેવક (આરએસએસ) સાથે જોડાયેલા હતા. વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ગાંધીનગર વિભાગના સંઘચાલક અને ઈડર નાગરીક સહકારી બેંકના મેનેજર પ્રકાશભાઈ પરમાર બેંકમાંથી વય નિવૃત્ત થતાં તેમનો વિદાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code