Site icon Revoi.in

હોળીમાં રજાઓ પર લઈ શકો છો પંજાબની મુલાકાત, ખૂબ જ સુંદર સ્થળો છે અહી જોવા લાયક

Social Share

 

હાલ હોળી ઘૂળેટીના તહેવારોની 2 -3 રજાઓ આવી રહી છે આ રજાઓમાં જો તમે ફરવા જવા ઈચ્છતા હોવ તો પંજાબની મુલાકાત લઈ શકો છો, ઓછા દિવસોમાં સરા સ્થળો ફરવા મળી શકે છએ, બજેટ પણ સામાન્ય રહેશે ઓછા ખર્ચમાં તમે ફરી પમ શકશો

આ સાથે જ પંજાબ ખૂબ જ સુંદર જગ્યા છે, જે આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે. તમે પંજાબની મુલાકાત લઈને સુંદર યાદો બનાવી શકો છો અને આ યાદો જીવનભર તમારી સાથે રહે છે. અમે પંજાબની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે વીકએન્ડમાં ફરવા જઈ શકો છો.

પઠાનકોટ – આ પંજાબના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. હરિયાળીથી ભરેલું આ શહેર હંમેશા સુંદર લાગે છે. સુંદર નજારાની સાથે આ શહેર તેના ઈતિહાસ માટે પણ જાણીતું છે. અહીં જોવાલાયક સ્થળોમાં મુક્તેશ્વર મંદિર, નૂરપુર કિલ્લો, કાઠગઢ મંદિર, શાહપુરકંડી કિલ્લો છે.

નંગલ– પંજાબમાં જોવાલાયક સ્થળોમાંનું એક નાગલ છે, જે ચંડીગઢથી થોડા કલાકો ની દૂરી એ આવેલું  છે. અહીં ફરવા માટે પણ ઘણી જગ્યાઓ છે. જેમાંથી કેટલાક મંદિરો છે તો કેટલાક પિકનિક સ્પોટ છે.જ્યાની તમે મજા માણી શકો છો

રોપડ- જો તમે પંજાબના જલંધર નજીક ફરવા માટેના સ્થળો શોધી રહ્યા છો, તો રોપર તમારી નજીક છે. તેને રૂપનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દર્શન કરવા માટે આનંદપુર સાહિબ, રોપર વેટલેન્ડ, જટવેશ્વર મહાદેવ મંદિર છે.

 મોહાલી  – મોહાલી એક મુખ્ય વ્યાપારી, સાંસ્કૃતિક અને પરિવહન હબ છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આ સ્થળનું ઘણું મહત્વ છે. મોહાલીમાં PCA ક્રિકેટ સ્ટેડિયમ અને ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ છે, તેથી બંને સ્ટેડિયમ દેશભરના રમતપ્રેમીઓને આ સુંદર જગ્યા તરફ આકર્ષિત કરે છે. અહીં ફરવા માટે રોઝ ગાર્ડન, સુખના તળાવ, મનસા દેવી મંદિર જેવી જગ્યાઓ છે.

કપૂરથલા – પંજાબમાં ફરવા માટેના ઓછા જાણીતા સ્થળોમાંનું એક, કપૂરથલા પંજાબના પેરિસ તરીકે ઓળખાય છે. તે પંજાબના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. અહીં ફરવા માટે પણ ઘણી જગ્યાઓ છે.ઘણા ઓછા લોકો આ સ્થળ વિશે જાણતા હશે તો તમે જ્યારે પણ પંજાબ જાઓ ત્યારે અહીની મુલાકાત ચોક્કસ લેજો