Site icon Revoi.in

સિંગાપુર જવા માટે વિઝાની જરૂર નહી પડે, ચોંકી ન જશો – વાંચો આ જાણકારી

Social Share

અમેરિકા, સિંગાપુર અને યુકે જેવા દેશોમાં રહેવું તે દરેક લોકોનું સપનું હોય છે, લોકોને આવા દેશોમાં ફરવુ પણ ગમતું હોય છે. ત્યારે હવે તમારા માટે એવી જાણકારી છે કે ભારતીય રેલવેની મદદથી ‘સિંગાપુર’ જવાનો માર્ગ પણ નક્કી કરી શકો છો. તમારે સિંગાપુર જવા માટે વિઝાની જરૂર નથી.

તો વાત એવી છે કે,વિઝા-પાસપોર્ટ વગર ટ્રેન દ્વારા ‘સિંગાપુર’ જવા માટે, તમારે ઓડિશા માટે ટ્રેન પકડવી પડશે કારણ કે, આ સ્ટેશન ત્યાં આવે છે. તેનું નામ સિંગાપુર રોડ સ્ટેશન છે. ભારત રાજ્યનું સ્ટેશન હોવાથી, તમારે અહીં જવા માટે વિઝા-પાસપોર્ટની જરૂર નહીં પડે.

દેશમાં સિંગાપુર રોડ સ્ટેશન સહિત અન્ય ઘણા રેલવે સ્ટેશન છે, જેમના નામ ખૂબ જ વિચિત્ર છે. આમાંના કેટલાક નામો સંબંધો પર પણ છે. રાજસ્થાનના જોધપુરના બાપ રેલવે સ્ટેશનની જેમ, ઉદયપુરના નાના રેલવે સ્ટેશન, જયપુરના સાલી રેલવે સ્ટેશન અને મધ્યપ્રદેશની રાજધાનીમાં સાહેલી રેલવે સ્ટેશન છે.

ભારતમાં ફરવા માટે એટલા બધા સ્થળો છે અને તેના નામ પણ આવે છે કે જેને વાંચીને કે જાણીને લાગે કે આ વિદેશ કરતા પણ સારુ છે અને જો કે તે સ્થળ ભારતમાં જ હોય છે. ભારતમાં દિવસે ને દિવસે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે જે પ્રવાસન વિભાગ માટે સૌથી સારી વાત છે.

Exit mobile version