Site icon Revoi.in

તમે ઘણા ઘરોની વોલ પર તાંબાનો સુર્ય લગાવેલો જોયો હશે, પણ શું તમે તેનું કારણ અને મહત્વ જાણો છો?

Social Share

ઘર સજાવવું સૌ કોઈને ગમે છે. ઘણાના ઘરોમાં પેઈન્ટિંગ લાગેલી હોય છે તો ઘણાના ઘરોમાં અવનવા એન્ટિક સીપ તો તમે ક્યારેક કેટલાક ઘર કે ઓફીસની દિવાસ પર તાંબોનો સુર્ય પણ લાગેલો જોયો હશે, મોટા ભાગના ઘરોમાં હોલમાં આ તાંબાનો સુર્ય અવશ્ય જોવા મળે છએ, પણ શું તમે ક્યારેય તેનું મહત્વ જાણ્યું છે કે શા માટે તાંબાનો જ સૂર્ય વોલ પર લગાવાય છે,તો ચાલો જાણીએ તેના વિશેની કેટલીક વાતો. વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા સરળ ઉપાયો આપવામાં આવ્યા છે, આવો જ એક ઉપાય છે ઘરમાં તાંબાની પ્લેટમાંથી બનેલા સૂર્યનો ઉપયોગ કરવો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તાંબાની પ્લેટમાંથી બનેલા સૂર્યને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, શાંતિ, કીર્તિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. 

સુર્યને  ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. વાસ્તવમાં તાંબુ એક પ્રભાવશાળી ધાતુ છે. જે રીતે ઘરમાં તાંબાના સૂર્યને રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે, તેવી જ રીતે તેની અસરથી ઘરના સભ્યોમાં સંવાદિતા બનાવવામાં મદદ મળે છે.

આ સાથે તાંબામાંથી   નીકળતી ઉર્જા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને સમૃદ્ધિમાં વધારો કરે છે, તેના પ્રભાવથી વ્યક્તિને પારિવારિક વિખવાદ અને તણાવમાંથી મુક્તિ મળે છે. 

જો તમે કોઈ ખાસ ક્ષેત્રમાં સફળ થવા ઈચ્છો છો તો તમારા કાર્યસ્થળ પર તાંબાનો સૂર્ય અવશ્ય લગાવો.  જો તમારા ઘરની પૂર્વ દિશામાં કોઈ બારી કે દરવાજો નથી, તો તમે આ પૂર્વ દિવાલ પર તાંબાનો સૂર્ય લગાવી શકો છો. આમ કરવાથી તે ઉર્જા તમારા ઘરમાં પ્રવેશે છે, જે સૂર્યને પૂર્વ દિશામાંથી મળવી જોઈએ.

* વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પૂર્વની દીવાલ પર તાંબાનો સૂર્ય લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ સિવાય લિવિંગ રૂમમાં પૂર્વ દિશામાં તાંબાના સૂર્યને લટકાવવાથી પણ ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બને છે.

જો તમે ઈચ્છો તો તમારા કાર્યસ્થળ પર તાંબાનો સૂર્ય પણ લગાવી શકો છો. વાસ્તુ અનુસાર કાર્યસ્થળ પર તાંબાનો સૂર્ય પૂર્વ દિશામાં રાખી શકાય છે. આમ કરવાથી, તમારો વ્યવસાય વધે છે અને તમે તમારી નોકરીમાં સતત પ્રગતિ મેળવશો.