દિલ્હીઃ શ્રીલંકાની ઓર્થોરિટીએ દાવો કર્યો છે તેમણે અહીં એક ઘરની પાછળ બાજુ કુવાના ખોદકામ દરમિયાન દુનિયાનો સોથી મોટો નિલમનો કિંમતી પથ્થર મળ્યો છે. આ પથ્થરનો વ્યવસાય કરતા વેપારીએ જણાવ્યું હતું કે, આ નિલમ પથ્થર એક વ્યક્તિના ઘરની પાછળ કુવાના ખોદકામ દરમિયાન અચાનક મળી આવ્યો હતો. તજજ્ઞોના મતે આ નીલમ પથ્થરની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 10 કરોડ ડોલર જેટલી છે. તજજ્ઞોએ આ નીલમના પથ્થરને સેરેન્ડીપિટી સેફાયર નામ આપ્યું છે. જે લગભગ 510 કિલો વજનનો છે અને 25 લાખ રેકેટનો છે.
આ નિલમ પથ્થરના માલિક ડો ગમાગેએ એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ મારા ત્યાં કુવો ખોદતો હતો તેને ખોદકામ વખતે જમીનની નીચે કંઈ કિંમતી પથ્થર દબાયેલો હોવાની જાણકારી આપી હતી. બાદ તેમણે આ પત્થર બહાર કાઢ્યો હતો. પથ્થરની સફાઈ દરમિયાન તેમાંથી નિલમના કેટલાક ટુકડા થયાં હતા. આ દરમિયાન તેનુ વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે, આ બહુ જ ઉચ્ચકક્ષાનો પથ્થર છે. પત્થરને સાફ કરવા અને ગંદકી હટાવવામાં એક વર્ષનો સમય લાગશે. આના વિશ્લેષણ માટે નોંધણી પણ કરાવ છે.
સુરક્ષાના કારણોસર ડો ગુમાગેએ પોતાનું પુરુ નામ અને સરનામુ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. જો કે. તેઓ પણ કિંમતી પથ્થરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે આ શોધ અંગે ઓથોરીટીને પણ જાણકારી આપી છે. આ પથ્થર રત્નાપુર શહેરમાંથી મળ્યો છે. આ શહેર શ્રીલંકામાં જેમ સિટી તરીકે ઓળખાય છે. તેમજ અગાઉ પણ અહીંથી કિંમતી પથ્થર મળી ચુક્યાં છે.
(PHOTO-FILE)