Site icon Revoi.in

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેવી વધી, સ્નેક વેનમ કેસમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ

Social Share

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ખતમ થવાની નામ નથી લઈ રહી. 50,000 રૂપિયાના બેલ બોન્ડ પર જેલમાંથી છૂટ્યા પછી પણ એલ્વિશ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સ્નેક વેનમ કેસમાં એક વ્યક્તિને જામીન મળી છે. રેવ પાર્ટી અને સાપના ઝેર સપ્લાય કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. નોઈડા પોલીસે એલ્વિશ યાદવ સહિત 8 બીજા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ અનેક પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

એલ્વિશ યાદવ સામે 1200 પાનાની ચાર્જશીટ
યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. પોલીસે તેની સામે ચાલી રહેલા સાપના ઝેરની તસ્કરી કેસમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં એલ્વિશ સહિત કુલ 8 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે

એલ્વિશ યાદવનો પર્દાફાશ
નોઇડા પોલીસ નોઇડા અને ગુરુગ્રામ સહિત દેશભરમાં નોંધાયેલા કેસોની માહિતી એકત્રિત કરી રહી છે. જયપુર લેબમાંથી સ્નેક વેનમની પુષ્ટિ કરતો રિપોર્ટ પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યો છે. કેસ સંબંધિત વીડિયો, કોલ ડિટેલ્સ અને બીજી ઈલેક્ટ્રોનિક પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યા હતા. એલ્વિશ યાદવ પર NDPS એક્ટની કલમો લગતા પુરાવા ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે.

એલ્વિશ યાદવ કંટ્રોવર્સી
જણાવીએ કે એલ્વિશ યાદવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, આ કેસમાં 5 સાપ ચારર્મર્સ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં એલ્વિશ યાદવ સહિત ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.