Site icon Revoi.in

PM મોદીને 2002 ગુજરાત રમખામણ મામલે ક્લીન ચીટ – સુપ્રીમ કોર્ટ દ્વારા ઝાકિયાની જાફરીની અરજી ફગાવાઈ

Social Share

દિલ્હીઃ- ગુજરાતમાં 2002ના રમખાણોના કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને એસઆઈટીની ક્લીનચીટને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે મૃતક કોંગ્રેસી નેતા એહસાન જાફરીની વિધવા ઝા

 નિર્દોષ જાહેર કરાયેલા પૈકી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, જેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા. ગુલબર્ગ સોસાયટીમાં રમખાણો દરમિયાન જાફરીના પતિનું મૃત્યુ થયું હતું. તેણે રમખાણો પાછળ એક મોટું ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો અને 2006માં ફરિયાદ નોંધાવી હતીકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી  છે જેમાં હિંસામાં તેમની કથિત ભૂમિકા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 63 લોકોને વિશેષ તપાસ ટીમ દ્વારા ક્લીન ચિટ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે ઝાકિયા જાફરીની અરજી પર કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો, જેમાં એસઆઈટીના નિર્ણય સામેની તેમની અરજીને ફગાવી દીધી હતી, 2002માં ગુજરાતના મુખ્યમંત્રી રહેલા પીએમ નરેન્દ્ર અને ગત ડિસેમ્બરમાં અન્ય 63 લોકોને ક્લીનચીટ આપી હતી.

આ સાથે જ વર્ષ . 2011માં સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના મામલાઓ પર નજર રાખતી વખતે SITને આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફેબ્રુઆરી 2012માં, SITએ ફરિયાદ પર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. આ પછી, અરજદારોએ નીચલી કોર્ટમાં અરજી કરીને ક્લોઝર રિપોર્ટને પડકાર્યો હતો,રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ અહેવાલને અરજીમાં પડકારવામાં આવ્યો હતો અને રમખાણોમાં મોટા ષડયંત્રની તપાસની માંગ કરવામાં આવી હતી, જેને હવે કોર્ટે ફગાવી દીધી છે.