Site icon Revoi.in

રશિયાના યુક્રેનમાં આર્મી ઓપરેશન: ઝેલેન્સ્કીએ ફરીવાર અમેરિકા પાસે માગી મદદ

Social Share

દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને “જાનવર” ગણાવતા યુક્રેનના રાષ્ટ્રપતિએ ઝેલેન્સકીએ પશ્ચિમી દેશોને ચેતવણી આપી અને કહ્યું છે કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ અહીં અટકશે નહીં અને બાકીના વિશ્વને પણ આની અસર થતી જોવા મળશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે દરેકને એમ લાગે છે કે અમે અમેરિકા અથવા કેનેડાથી ઘણા દૂર છીએ. પરંતુ  અમે સ્વતંત્ર ક્ષેત્રમાં છીએ. જ્યારે અધિકારો અને સ્વતંત્રતાઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે તમારે આગળ વધવું પડશે અને અમારું રક્ષણ કરવું પડશે. કારણ કે અમારા પછી તમારો પણ નંબર આવશે. અમે જે પ્રાણી સામે લડી રહ્યા છીએ તેની ભૂખ આસાનીથી છીપવાની નથી. તે જેટલું વધારે ખાય છે, તેટલી જ તેની ભૂખ વધતી જાય છે.

યુક્રેનના એરસ્પેસને સુરક્ષિત કરવા માટે તેમની અપીલને પુનરાવર્તિત કરતા, ઝેલેન્સકીએ કહ્યું, “અમે રશિયાને ત્યાં સક્રિય રહેવાની મંજૂરી આપી શકતા નથી કારણ કે તેઓ અમારા દેશ પર બોમ્બમારો કરી રહ્યા છે, તેઓ મિસાઇલો, હેલિકોપ્ટર, જેટ ફાઇટર મોકલી રહ્યા છે. પરતું આપણે આપણા આકાશને નિયંત્રિત કરી શકતા નથી.”

નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે શુક્રવારે યુક્રેન પર નો-ફ્લાય ઝોનના કોલને સંપૂર્ણપણે દૂર કર્યા છે. દૂર કર્યા બાદ  યુક્રેનિયન પ્રમુખની ટિપ્પણી આવી છે, સ્ટોલ્ટનબર્ગ દ્વારા કેહવામાં  આવ્યું છે કે આવા પ્રયાસથી સમગ્ર યુરોપમાં યુદ્ધ થઈ શકે છે.