Site icon Revoi.in

મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા વાયરસને લઈને એલર્ટ – અનેક ગામમાં જોખમને લઈને ઈમરજન્સી સેવાઓની તૈયારી

Social Share

 

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, તો બીજી તરફ  મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનું જોખમ વધ્યું છે. પુણેમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ મળ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. જિલ્લા વહીવટી તંત્રએ 79 ગામોમાં ઝીકા વાયરસના પ્રવેશવાની આશંકા વ્યક્ત કરી છે. આરોગ્ય વિભાગ આ તમામ ગામોને ઈમરજન્સી સેવાઓ માટે તૈયાર કરી રહ્યું છે

ઝિકા વાયરસનો પહેલો કેસ 30 જૂને પુણેમાં નોંધાયો હતો. ત્યાર બાદ તેની પુષ્ટિ કરવામાં આવી હતી.જેને પગલે, મહારાષ્ટ્રના અધિકારીઓને એલર્ટ કરાય હતા ત્યાર બાદ આરોગ્ય વિભાગે રાજ્યમાં ઝિકા વાયરસ રોગના ફેલાવાને રોકવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું હતું.

જિલ્લા કલેકટર ડો.રાજેશ દેશમુખના આદેશ બાદ આરોગ્ય વિભાગને વાયરસના જોખમ અંગે જાણ કરવામાં આવી છે અને આ ગામોમાં કટોકટીના પગલાં શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરે 5 ઓગસ્ટના રોજ જારી કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે પુણે જિલ્લાના 79 ગામોને ઝીકા વાયરસ ચેપ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. સ્થાનિક વહીવટીતંત્રને આ ગામો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે, જિલ્લા વહીવટીતંત્રે તાલુકા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગને તાત્કાલિક સાવચેતીનાં પગલાં અમલમાં મૂકવા સૂચના આપી છે.કલેકટરે ઝિકા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ધરાવતા આ ગામોની યાદી પણ જાહેર કરી છે. આ કારણોસર જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે જે ગામો છેલ્લા ત્રણ વર્ષથી સતત ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી પીડિત છે તેમને ઝીકા વાયરસ માટે સંવેદનશીલ ગણવા જોઇએ.