Site icon Revoi.in

ભારત પાસે ‘2 મિનિટ’માં 50 ટકા ઓછો કરાવ્યો બાઈક પરનો ટેરિફ: ટ્રમ્પ

Social Share

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે હાર્લે ડેવિડસન બાઈક પર આયાત શુલ્કને અડધો કરીને તેમણે ભારતની સાથે એક યોગ્ય સમજૂતી કરી છે. પંરતુ અમેરિકાની વ્હિસ્કી પર લાગતા ઉંચા શુલ્કથી તેઓ હજીપણ નાખુશ છે.

ટ્રમ્પે હાર્લે ડેવિડસનના આયાત પર ભારત દ્વારા લગાવવામાં આવેલા ઉચ્ચ આયાત શુલ્કને અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે અમેરિકામાં આયાત થનારી ભારતીય બાઈકો પર ટેરિફ વધારવાની વળતી ધમકી આપી હતી. તેના પછી ગત ફેબ્રુઆરીમાં ભારતે અમેરિકાથી આયાત થનારી હાર્લે ડેવિડસન બાઈક પર આયાત શુલ્કને 50 ટકા કર્યો હતો.

ગુરુવારે પારસ્પરીક વ્યાપાર અધિનિયમ પર વ્હાઈટ હાઉસમાં આયોજીત એક કાર્યક્રમમાં ટ્રમ્પે એક ગ્રીન બોર્ડ પર વિભિન્ન દેશોની સાથે થનારા વ્યાપારમાં બિનપારસ્પરીક શુલ્કોનું ઉદાહરણ રજૂ કર્યું હતું.

ટ્રમ્પે કહ્યુ છે કે બાઈકના ઉદાહરણને જ જોવો, ભારતમાં તેના પર આયાત શુલ્ક 100 ટકા હતું. માત્ર બે મિનિટની વાતચીતમાં તેમણે ભારત પાસે આમા 50 ટકાનો ઘટાડો કરાવ્યો હતો. આ ટેરિફ હજીપણ 50 ટકા છે, જ્યારે અમેરિકામાં આયાત થનારી બાઈક પર માત્ર 2.4 ટકા શુલ્ક લાગે છે. પરંતુ તેમ છતાં આ એક યોગ્ય સમજૂતી છે.

જો કે ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકાથી આવતા દારૂ પર લગાવવામાં આવેલા ઉંચા દરના ટેરિફ પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યુ છે કે ભારતમાં ઘણું ઉંચુ ટેરિફ છે. આ ઘણો વધારે ટેરિફ છે. તમે વ્હિસ્કીને જ જોઈ લો, ભારત તેના પર 150 ટકા ટેરિફ લગાવે છે અને તેમને કંઈ મળતું નથી.

વ્હાઈટ હાઉસમાં કાયદાના ઘડવૈયાઓની સાથે એક વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યુ છે કે પારસ્પરીક વ્યાપાર અધિનિયમ અમેરિકાના કારાબોરીઓને અન્ય દેશોની સાથે એક સમાન અને યોગ્ય સ્તર પર વ્યાપાર કરવાની સુવિધા આપશે.

Exit mobile version