Site icon Revoi.in

ઈસરોએ સ્ટૂડન્ટ્સ દ્વારા નિર્મિત દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ લોન્ચ કરી રચ્યો ઈતિહાસ

Social Share

ઈસરો દ્વારા પીએસએલવી-સી-4 રોકેટ દ્વારા ગુરુવારે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી ભારતીય સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ અને સ્ટૂડન્ટ્સના સેટેલાઈટ કલામસેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. કલામસેટ દુનિયાનો સૌથી હળવો સેટેલાઈટ કહેવામાં આવે છે. ઈસરોએ કહ્યું છે કે પીએસએલવી-સી-44 દ્વારા સેનાના ઉપગ્રહ માઈક્રોસેટ-આરને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તો ઈસરોની આ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે તેઓ પોતાના વૈજ્ઞાનિકોને વધુ એક પીએસએલવીના સફળ પ્રક્ષેપણ માટે શુભેચ્છાઓ પાઠવે છે. આ પ્રક્ષેપણથી કલામસેટ ઉપગ્રહને પણ અંતરીક્ષમાં તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે, તેનું દેશના પ્રતિભાશાળી સ્ટૂડન્ટ્સ દ્વારા નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે. તેની સાથે જ ભારત વિશ્વનો એવો પહેલો દેશ બની ગયો છે કે જેણે રોકેટના ચોથા સ્ટેજને અંતરીક્ષ અભિયાનમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લીધું છે.

ઈસરોએ 2019ના પહેલા મિશનમાં 28 કલાકની ઉલ્ટી ગણતરી બાદ રાત્રે અગિયાર વાગ્યે અને 37 મિનિટે પીએસએલવી-સી-44ને લોન્ચ કર્યુ હતું. આ પીએસએલવીની 46મી ઉડાણ છે. ઈસરોએ કહ્યું છે કે પીએસએલવી-સી- 70 કિલોગ્રામ વજનના માઈક્રોસેટ-આરને પ્રક્ષેપણની લગભગ 1 મિનિટ બાદ 27 કિલોમીટર ધ્રુવીય સૂર્ય તુલ્યકાલિક કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. બાદમાં 10 સેન્ટિમીટરના આકારના 1.2 કિલોગ્રામનું વજન ધરાવતા કલામસેટને વધુ ઉપરની કક્ષામાં સ્થાપિત કર્યો છે. ભારતીય ધ્રુવીય રોકેટ પીએસએલવી-સી- સ્ટૂડન્ટ્સ દ્વારા નિર્મિત કલામસેટ અને પૃથ્વીની તસવીરો લેવામાં સક્ષમ માઈક્રોસેટ- આરને લઈને ઉડાણ ભરી હતી.