Site icon Revoi.in

દુનિયાના આ દેશમાં પાંચ લીટર પાણી માટે ખર્ચવા પડે છે 74 લાખ

Social Share

દિલ્હીઃ વેનેજુએલામાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે અહીંનું ચલણ બોલીવરની કિંમતમાં ઘટાડો થયો છે. અહીં પાંચ લીટર પાણીની બોટલની કિંમત લગભગ 74 લાખ બોલીવર અથવા 1.84 અમેરિકી ડોલર છે. અહીં એક ભારતીય રૂપિયો 54427 બોલીવર સમાન છે. અહીં પાંચ લીટર પાણીની માટે રૂ. 135.96 ખર્ચવા પડે છે. દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ અહીં જ મળે છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમતમાં ભારતીય રૂપિયામાં માત્ર રૂ. 1. 48 છે. જો કે, અહીંના લોકો માટે રૂ. 1.48 પણ પહાળ સમાન છે.

દક્ષિણ અમેરિકી દેશ વેનેજુએલાએ કહ્યું છે કે, નવી મુદ્દા વ્યવસ્થાને પગલે વર્તમાનમાં 10 લાખ બોલીવરની કિંમત એક બોલીવર થઈ જશે. આનું કારણ તેજીથી વધતી મોંધવારી છે. અહીંની કેન્દ્રીય બેંકએ જાહેરાત કરી હતી કે, બોલીવરમાં ફેરફાર 1 ઓક્ટોબરથી અસર કરશે. નવી વ્યવસ્થામાં 100 બોલીવર સૌથી મોટી નોટ હશે. જેની કિંમત વર્તમાનમાં 10 કરોડ બોલીવર સમાન છે. અહીં સતત છઠ્ઠા વર્ષે પણ મંદીની સ્થિતિ જોવા મળે છે. ખાદ્ય વસ્તુઓ મોંધી થવાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ગરીબી તરફ ધકેલાઈ રહ્યાં છે. હાલ 10 લાખ બોલીવર સૌથી મોટી નોટ છે પરંતુ આ દૂર્લભ છે.

(Photo- File)