Site icon Revoi.in

બંધારણના આમુખમાંથી સેક્યુલર-સમાજવાદી શબ્દોને હટાવવાની માગણી, સુપ્રીમ કોર્ટે પુછયો સવાલ

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે સવાલ કર્યો કે શું બંધારણને સ્વીકારવાની તારીખ 26 નવેમ્બર, 1949ને યથાવત રાખીને આમુખમાં સંશોધન કરી શકાય છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે આ સવાલ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને વકીલ વિષ્ણુ શંકર જૈનને પુછયો. આમણે બંધારણના આમુખમાંથી સમાજવાદી અને સેક્યુલર શબ્દોને હટાવવાની માગણી કરી છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ દત્તાએ કહ્યુ કે શૈક્ષણિક ઉદેશ્ય માટે, શું એક આમુખ જેમાં તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને સ્વીકારવાની તારીખમાં ફેરફાર કર્યા વગર તેને બદલી શકાય છે. તેના પર સુબ્રમણ્યમ સ્વામીએ જવાબ આપ્યો હતો કે હા, આમુખમાં સંશોધન કરી શકાય છે. તેમાં કોઈ સમસ્યા નથી. આના પર જસ્ટિસ દત્તાએ કહ્યુ કે આ મામલામાં બિલકુલ આ પ્રશ્ન છે. કદાચ આ એકમાત્ર પ્રસ્તાવના છે, જે મેં જોઈ છે જે એક તારીખ સાથે આવે છે. અમે આ બંધારણ અમુક તારીખે આપીએ છીએ. મૂળભૂત રીતે આ બે શબ્દો ત્યાં ન હતા.

વિષ્ણુ શંકર જૈને કહ્યુ કે ભારતના બંધારણની પ્રસ્તાવના એક નિશ્ચિત તારીખ સાથે આવે છે. માટે તેમાં ચર્ચા વગર સંશોધન કરી શકાય નહીં. સ્વામીએ હસ્તક્ષેપ કરતા કહ્યુ કે 42મો સંશોધન અધિનિયમ કટોકટી દરમિયાન પારીત કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં જસ્ટિસ ખન્નાએ સ્વામીને કહ્યુ કે ન્યાયધીશોને આ મામલાની ફાઈલો સવારે જ મળી હતી અને સમયની તંગીને કારણે તેમણે તેના તરફ જોયુ નથી. ખંડપીઠે કહ્યું કે આ માલામાં વિગતવાર ચર્ચાની જરૂરત છે અને બંને અરજીઓ પર સુનાવણી 29 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

2 સપ્ટેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની અરજીને અન્ય વિલંબિત મામલા – બલરામસિંહ અને અન્ય દ્વારા દાખલ-ની સાથે ટેગ કરી દીધી હતી. સ્વામી અને બલરામસિંહ બંનેએ આમુખમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોને હટાવવાની માગણી કરી છે.

મહત્વપૂર્ણ છે કે 1976માં ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 42માં બંધારણીય સંશોધન હેઠળ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને સેક્યુલર શબ્દોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સંશોધને પ્રસ્તાવનામાં સમાજવાદી અને સેક્યુલર શબ્દો સામેલ કર્યા હતા. આ સંશોધને આમુખમાં ભારતના વિવરણને સાર્વભૌમ, લોકતાંત્રિક ગણરાજ્યથી બદલીને એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય કરી દીધું હતું. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની અરજીમાં દલીલ કરી છે કે પ્રસ્તાવને બદલી, સંશોધિત અથવા હટાવી શકાય નહીં. તેમણે પોતાની દલીલમાં કહ્યુ છે કે આમુખમાં માત્ર બંધારણની આવશ્યક વિશેષતાઓને દર્શાવવામાં આવી નથી, પરંતુ તે મૂળભૂત શરતોને પણ દર્શાવવામાં આવી છે, જેના આધારે એક એકીકૃત સમુદાય બનાવવા માટે તેને અપનાવવામાં આવ્યું હતું.