Site icon Revoi.in

મોહન ભાગવતજીઃ પારંપરિક મૂલ્યો એક મહાન રાષ્ટ્રની ઉર્જા અને તાકાત કેવી રીતે બને છે એ અંગે અમેરિકી રાજદૂતે લીધુ જ્ઞાન

Social Share

દિલ્હીઃ ભારતમાં અમેરીકી રાજદૂત અતુલ કેશપએ કાર્યકાળ પૂરો થવાના અંતિમ દિવસે પોતાના વ્યસ્તતાને એક બાજુએ રાખીને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. તેઓ મોહન ભાગવતજીને મળવા પહોંચી ગયા હતા. જ્યાં બંને મહાનુભાવોએ દેશ નિર્માણ અને પારંપરિક મૂલ્યો અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્ર નિર્માણના આરએસએસના વિચારોથી તેઓ પ્રભાવીત થયાં હતા.

અતુલ કેશપએ જણાવ્યું હતું કે  મોહન ભાગવજી સાથે ભારતની વિવિધતા, લોકતંત્ર, સમાવેશિતા અને બહુલવાદી પરંપરા ઉપર સારી ચર્ચા થઈ છે. આ દરમિયાન ભાગવતજીએ જણાવ્યું કે, કેવી રીતે પારંપરિક મૂલ્ય એક મહાન રાષ્ટ્રની ઉર્જા અને તાકાત બની શકે છે.

અમેરીકી રાજદૂતે પોતાના સોશિયર મીડિયા હેંડલ ઉપર મોહન ભાગવતજી સાથેની એક તસ્વીર પણ શેર કરી છે. ભાગવતી અમેરિકી રાજદૂતને કંઈ બતાવતા હોવાનું જોવા મળે છે. તેમજ દેશ સેવાની વાતોમાં તેઓ મગ્ન જોવા મળે છે. બીજી તરફ અતુલ કેશપ પણ તેમને ધ્યાનથી સાંભળતા જોવા મળે છે. અતુલ કેશપે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેઓ રાતે વોશિગટન જઈ રહ્યાં છે પરંતુ ભારતમાં કામ કરવાનો અને મોહન ભાગવતી સાથે વાત કરવાનું ગૌરવ છે.  ભારતમાં અમેરિકી મિશન ચાર્જ ડી-અફેયરના રૂપે સેવા કરવાનું મને સન્માન કરવાનો મોકો મળ્યો હતો. બંને દેશ વચ્ચે મજબુત સંબંધ છે અને રહેશે.