1. Home
  2. Tag "Meeting"

નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ ભારત જોડો સ્લોગન દેખાય છે, એ જ કોંગ્રેસની સફળતાઃ જયરામ રમેશ

અમદાવાદઃ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ 2022માં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વકતા, પ્રવક્તા અને મીડિયા પેનાલીસ્ટઓને માર્ગદર્શન આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એઆઇસીસીના મહામંત્રી, કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જ જયરામ રમેશએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ “ભારત જોડો” સ્લોગન દેખાય છે આજ ‘ભારત જોડો યાત્રા’ની સફળતા છે. ભારત જોડો યાત્રાથી ભાજપ ચિંતિત છે, ગભરાયેલી છે. રાહુલ ગાંધીની  ભારત જોડો […]

ગાંધીનગરના માલધારીઓ માની ગયા, મ્યુનિ, સહયોગ આપે તો ઢોરને રખડતા મુકીશું નહીં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાના-મોટા શહેરોના જાહેર રસ્તાઓ પર ઢોર નિયંત્રણ કાયદાને રદ કરાયા બાદ પણ હજુ માલધારીઓ સરકાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરના માલધારીઓએ સામેથી શહેરના મેયર સાથે મિટિંગ કરીને સરકાર એનિમલ હોસ્ટેલ કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે ત્યાં સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરતો સહયોગ આપશે. શહેરમાં પશુઓને જાહેરમાં ખુલ્લાં નહીં છોડવાની […]

અમદાવાદ જિલ્લામાં તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ, નોડલ અધિકારીઓની બેઠકમાં સમીક્ષા કરાઈ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર  સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક તોજેતરમાં  યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધમાં દુષપ્રચાર ફેલાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતિઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાત જગજાહેર છે અને દુનિયાના અનેક દેશોએ આ મામલે પાકિસ્તાનને ટકોર કરી છે પરંતુ અત્યાચારના બનાવો અટકાવવાના બદલે દેશ-દુનિયામાં ભારતની વિરોધમાં દુષપ્રચાર કરવાની તક ગુમાવતું નથી. પાકિસ્તાનના રાજકારણીઓ ઇસ્લામોફોબિયા પર વિશ્વને જ્ઞાન આપી રહ્યા છે. ન્યૂયોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન […]

ઈજિપ્તના પ્રવાસે રાજનાથ સિંહ: સંરક્ષણ પ્રધાન જનરલ મોહમ્મદ ઝાકી સાથે બેઠક યોજી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કૈરોમાં ઇજિપ્તના સંરક્ષણ પ્રધાન જનરલ મોહમ્મદ ઝાકી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. રાજનાથ સિંહ, ઇજિપ્તની સત્તાવાર મુલાકાતે છે, તેમને કૈરોમાં દ્વિપક્ષીય વાટાઘાટોની શરૂઆત પહેલા સંરક્ષણ મંત્રાલયમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાના પગલાઓ પર ચર્ચા કરી અને સંયુક્ત કવાયત અને […]

આજનો યુગ યુદ્ધનો નથી, પીએમ મોદીએ રશિયાના પુતિનને કર્યું સૂચન

નવી દિલ્હીઃ SCO સમિટમાં ભારતના પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતીન વચ્ચે મુલાકાત થઈ હતી. દરમિયાન પીએમ મોદીએ પુતિનને કહ્યું કે હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી અને મેં આ અંગે તમારી સાથે ફોન પર વાત કરી છે. પુતિને તેમના તરફથી કહ્યું હતું, કે તેઓ યુક્રેન સંકટ પર ભારતની ચિંતાઓથી વાકેફ છે […]

જાપાન પ્રવાસઃ સંરક્ષણ સાધનો-ટેકનિકલ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા રાજનાથસિંહે ભાર મુક્યો

નવી દિલ્હીઃ ટોક્યોમાં જાપાનના સંરક્ષણ મંત્રી યાસુકાઝુ હમાદા અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે બેઠક મળી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ તેમજ ક્ષેત્રીય બાબતોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. તેઓએ ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીના મહત્વ અને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન રાજનાથ સિંહે […]

શહેરોમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ બાદ માલધારીઓએ CM સાથે બેઠક યોજીને કરી ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારના આદેશથી તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. આ ઝૂંબેશને કારણે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.  આથી માલધારી સમાજના આગેવાનોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં  સીએમ નિવાસસ્થાને માલધારી સમાજના ટોચના આગેવાનો પહોંચ્યા હતા. અને તેમણે મુખ્યપ્રધાન સાથે મુલાકાત […]

રાજકોટમાં ગણેશોત્સવના આયોજકોની રજુઆત, રાતના 10 વાગ્યા સુધી લાઉડસ્પીકરને મંજુરી આપો

રાજકોટઃ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના ગણેશ મહોત્સવના મોટા આયોજકો અને પોલીસ કમિશનર વચ્ચે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગણેશ મહોત્સવના આયોજકોએ લાઉડસ્પીકરની રાતના 10 વાગ્યા સુધી મંજુરી આપવા સહિત વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વચ્ચે હેમુ […]

નીતિ આયોગ: ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કૃષિ અને શિક્ષણ નીતિ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરાશે

નવી દિલ્હીઃ સ્થિર, ટકાઉ અને સર્વસમાવેશક ભારતના નિર્માણ તરફના અભિયાનમાં, નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક 7મી ઓગસ્ટ 2022ના રોજ યોજાશે અને તે કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સહયોગ અને સહકારના નવા યુગ તરફ તાલમેલનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે ગવર્નિંગ કાઉન્સિલની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકના […]