Site icon Revoi.in

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિયની ફાઈનલમાં ઈંગ્લેન્ડના વાતાવરણનો ન્યૂઝીલેન્ડને મળશે ફાયદોઃ ઓસ્ટ્રેલિયન બોલરે

Social Share

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિંસનું માનવું છે કે, 18મી જૂનના સાઉથેમ્પટનના રોજ રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડની હાલની વરસાદની ઋતુમાં ભારતની સરખામણીએ પરિસ્થિતિનો વધારે ફાયદો ઉઠાવી શકે છે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે 70 વિકેટ (14 મેચ) લેનાર કમિંસને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ એક સરસ મેચ થશે. જે સમાચારો મે જોયા છે  એ અનુસાર ઈંગ્લેન્ડાં ભારે વરસાદ થશે. વાતાવરણને જોતા આ ન્યૂઝીલેન્ડના પક્ષમાં રહેશે. જો કે, કમિંસએ આ ભવિષ્યવાણી કરવાનો ઈન્કાર કર્યો હતો કે, સાઉથેમ્પટનમાં ધ રોજ વોલ મેદાન ઉપર તા. 18થી 22મી જૂન સુધી રમાનારી મેચમાં કોણ જીતશે.

ઓસ્ટ્રેલિયાના બોલરે વધુમાં જણાવ્યું હતું કે, બંને ટીમો છેલ્લા કેટલાક મહિનાથી ટેસ્ટ મેચ નથી રમી. જેથી આ જોરદાર મુકાબલો હશે. જેમાં કંઈ પણ થઈ શકે છે. જો કે, વાતાવરણ ન્યૂઝીલેન્ડના પક્ષમાં રહેશે. 28 વર્ષિય પેસર કમિંસએ વધારે કહ્યું હતું કે, તેમણે પહેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારે આનંદ થયો હતો. કોરોનાને કારણે અનેક સમસ્યા ઉભી થઈ થઈ જો કે, મે ચેમ્પિયનશિપનો આનંદ લીધો હતો. આ સિરીઝ ખુબ મહત્વપૂર્ણ થઈ ગઈ છે. મને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારૂપ પસંદ આવ્યો, જો કે અમે આ સિરીઝ મીસ કરી, જેના કારણે અમે ફાઈનલ સુધી પહોંચી ન શક્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આગામી તા. 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ થવા રવાના થશે. તા. 18મી જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે.