Site icon Revoi.in

સત્તા વિરોધી લહેરની ભાજપને ચિંતાઃ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક સિટીંગ MLAને પણ પડતા મુકશે

Social Share

દિલ્હીઃ ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓના બદલ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી આ રાજ્યોમાં પોતાના અડધા ધારાસભ્યોને ફરીથી રિપીટ નહીં કરવાની વિચારણા ચાલી રહી છે. વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ ભાજપ સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી ઈનકમ્બસીને ઓછી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ધારાસભ્યોનું મૂલ્યાંકન પોતાના માનકોં ઉપર કરવામાં આવે છે.  લોકલ ડેવલેપમેન્ટ ફંડાનો કેટલોક ઉરયોગ કર્યો, ગરીબોના ઉત્થાન માટે કેટલી પરિયોજનાઓ ચલાવી અને મહામારી દરમિયાન પાર્ટીની તરફથી શરૂ કરેલી સેવા જ સંગઠનમાં કેટલોક સહયોગ કર્યો, પાર્ટી તમામ ચૂંટણી વિસ્તારમાં સર્વેક્ષણ કરાવ્યું છે. જ્યાં લોકો પાસેથી સરકારની કામગીરીને લઈને ફિડબેક લેવામાં આવ્યાં છે.

પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારી એક મોટો પટકાર લઈને આવી હતી. સરકારે આરોગ્ય સુવિધાઓને સુધારવા, રસીકરણ અને દવાઓની આપૂર્તિ વધારવાની કોશિસ કરી તેમજ પાર્ટીએ કેટલાક રાહત અને બચાવની કામગીરી કરી છે.

પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડીએ તમામ રાજ્યોને કહ્યું કે, જરૂરિયાતમંદોને ભોજન કરાવવાનું અભિયાન શરૂ કરવું, નોકરી ગુમાવનારાઓને મદદ કરે અને પોતાના બુથમાં 100 ટકા રસીકરણ સુનિશ્ચિત કરવું જોઈએ. ધારાસભ્યો દ્વારા સેવા એ જ સંગઠન કેમ્પેનની જેમ કરાયેલા કામોની પણ ગણતરી થશે. હાલ ભાજપ માટે સત્તા વિરોધી લહેરને દૂર કરવી જરૂરી છે. પાર્ટીએ વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને બનાવ્યાં હતા. આ ઉપરાંત નો રિપીટ થીયરી અપનાવીને મંત્રી મંડળમાં પણ ધરખમ ફેરફાર કર્યાં છે.

અત્રોના જણાવ્યા અનુસાર અલગ- અલગ કારણોસર સિટીંગ ધારાસભ્યોની ટિકીટ કાપવા કોઈ નવી વાત નથી. રાજસ્થાનમાં 2018માં 43 ધારાસભ્યોની ટિકીટ કાપવામાં આવી છે. જેમાં ચાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઝારખંડમાં પણ પાર્ટીને 12થી વધારે ધારાસભ્યોની ટિકીટ કાપીને યુવાનોની સાથે મહિલાઓ અને એસસી-એસટી સમાજના લોકોને પ્રતિનિધિત્વ કરતા ચહેરા સામેલ કરવામાં આવ્યાં હતા. ટિકીટ વહેંચણીમાં એકમાત્ર કામગીરી જ મહત્વની હોય છે. ભાજપ એવા ચહેરા શોધે છે સ્થાનિક જાતી અને સમુદાય ઉપર સારી પકડ ધરાવતા હોય. એચએનબી ગઢવાલ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાન વિભાગના પ્રોફેસર એમ.એમ સેમવાલાએ કહ્યું હતું કે, ધારાસભ્યોની ટીકિટી કાપવાથી લોકોનું ધ્યાન હટે છે અને ગુસ્સો પણ ઓછો થાય છે.