Site icon Revoi.in

સાબરમતી ગાંધી આશ્રમ એક આધ્યાત્મિક સ્થળઃ અરવિંદ કેજરિવાલ

Social Share

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદના સુપ્રસિદ્ધ સારબમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમજ આશ્રમની વિઝિટર બુકમાં ગાંધીજી અને આશ્રમ વિશે નોંધ કરી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધી આશ્રમની મુલાકાત પછી વિઝિટર બુકમાં લખ્યું કે આ આશ્રમ એક આધ્યાત્મિક સ્થળ છે. એવું પ્રતિત થાય છે કે અહીં ગાંધીજીનો આત્મા વસે છે. અહીં આવીને આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. હું ખુદને ધન્ય માનું છુ કે હું એ દેશમાં જન્મ્યો જે દેશમાં ગાંધીજીનો જન્મ થયો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર અહીં આવ્યો છે, પરંતુ સામાજીક કાર્યકર તરીકે અગાઉ અનેક વખત આશ્રમની મુલાકાત લીધી છે અને અહીં શાંતિનો અનુભવ થાય છે. દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના હાથના લખેલા પત્રો જોયાં છે. અમારા ગામમાં આજે પણ મહિલાઓ ચરખો કાંતે છે. ગુજરાતની પ્રજા ઈન્કલાબી છે અને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમજ સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ બેઠકો ઉપર ઉમેદવારોને ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં રાજ્યમાં આમ આદમી પાર્ટીને વધારે મજબુત કરવા માટે અરવિંદ કેજરિવાલ અને ભગવંત માન અમદાવાદની મુલાકાતે આવ્યાં છે.