Site icon Revoi.in

ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતનારા ભાજપના 10 સાંસદોએ આપ્યા રાજીનામા

Social Share

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રી સહિત અનેક સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી 12 સાંસદોએ જીત નોંધાવી હતી. દરમિયાન 10 સાંસદોએ આજે સંસદીય સભ્યપદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. આગામી દિવસોમાં બે સાંસદો રાજીનામું આપશે. રિપોર્ટ્સ અનુસાર, બે સાંસદો બાલક નાથ અને રેણુકા સિંહે હજુ સુધી તેમના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું નથી. રાજીનામું આપનારાઓમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર, રેણુકા સિંહ અને પ્રહલાદ પટેલનો સમાવેશ થાય છે, જેઓ કેન્દ્રીય મંત્રી પણ છે. આ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ વિજેતા સાંસદોએ પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્રણેય કેન્દ્રીય મંત્રીઓએ રાજીનામા આગવા કેન્દ્રીય કેબિનેટમાં 3 મંત્રીઓનો ઘટાડો થયો છે.

મધ્યપ્રદેશના નરસિંહપુર બેઠક પરથી ચૂંટણી જીતેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પ્રહલાદ સિંહ પટેલે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતનારા સાંસદોમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તામોર, પ્રહલાદ પટેલ, ઉદય પ્રતાપ સિંહ, રીતિ પાઠક અને રાકેશ સિંહના નામ સામેલ છે. તેમજ, રાજસ્થાનના સાંસદો રાજ્યવર્ધન રાઠોડ, દિયા કુમારી, બાલક નાથ અને રાજ્યસભાના સાંસદ કિરોરી લાલ મીણાએ ચૂંટણી જીતી હતી. આ સિવાય છત્તીસગઢના બે સાંસદો અરુણ સાઓ અને ગોમતી સાઈએ રાજીનામું આપી દીધું છે. પાંચ રાજ્યમાં યોજાયેલી ચૂંટણી પૈકી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમ પાર્ટીની જીત થઈ છે.