Site icon Revoi.in

આસામના 11 જીલ્લાઓ પુરથી પ્રભાવિત, 34 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત, હાલ પણ ભારે વરસાદની આગાહી

Social Share

 

આસામઃ- ગુજરાતમાં ચક્રવાત બિપરજોયનું જોખમ ટળ્યું છે તો બીજી તરફ રાજસ્થાનમાં હવે બિપરજોયનું જોખ મંડળાઈ રહ્યું તો એક તરફ આસામ રાજ્યના પુરનો પ્રભાવ જોવા મળી રહ્યો છે,અવિરત વરસાદના કારણે અહીની સ્થિતિ વકરી રહી છે.

હવામાન વિભાગે દેશભરમાં આગામી પાંચ દિવસમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ  પડી પણ રહ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો ઉપલા આસામમાં લખીમપુર છે, જ્યાં આ અઠવાયિડની શરુઆતમાં  સિંગરા નદીના ચમુઆ ગામમાં બંધ અને ફિલબારી ટાઉનશીપમાં નદી કાંઠાઓ વટી જતા ગામોમાં પાણી ઘૂસી ગયા હતા.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે લખીમપુરમાં 22 ગામો, 23 હજાર 516 લોકો અને 21.87 હેક્ટરનો પાને આ પુરની અસર વર્તાયેલી જોવા મળી રહી  છે. જો કે આ વર્ષે પૂર હજુ પ્રારંભિક તબક્કામાં છે, સરકારે અત્યાર સુધીમાં ઉદલગુરી જિલ્લામાં માત્ર એક જ રાહત શિબિર સ્થાપી છે. જ્યારે લખીમપુરમાં 10 રાહત વિતરણ કેન્દ્રોમાં લોકોને ખસેડવામાં આવ્યા છે.

લખીમપુરમાં પુરગ્રસ્ત  લોકોને ‘ચોખા, કઠોળ, તેલ, બેબી ફૂડ વગેરે તેમજ સેનિટરી નેપકિન્સ, પશુ આહાર વગેરે જેવી અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ પૂરી  પાડવામાં આવી રહી છે. આ સહીત હેલોજન ટેબલેટ અને પાણીના પાઉચનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

હાલમાં આસામના 25 ગામો પૂરની ઝપેટમાં છે અને 215.57 હેક્ટરમાં ઉભા પાકને નુકસાન થયું છે. તેમના મતે, વિશ્વનાથ, બોંગાઈગાંવ, ડિબ્રુગઢ, જોરહાટ, લખીમપુર, મોરીગાંવ, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લામાં માટીનું ધોવાણ થયું છે.આ સહીત અનેક પશુઓને પણ નુકશાન થયું છે.