Site icon Revoi.in

દિલ્હીમાં ગાઢ ઘુમ્મસ છવાયું – દ્રશ્યતા ઓછી હોવાના કારણે  13 ટ્રેનનું સંચાલન ખોરવાયું, કેટલીક ટ્રેનો રદ

Social Share

 

દિલ્હીઃ- આજે વહેલી સવારથી જ દેશના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે  વહેલી સવારથી જ વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ પ્રસેલું જોવા મળ્યું છે જેના કારણે વાતાવરણમાં દ્રશ્યતા ઘટી હતી જેની સીધી અસર ટ્રેન વ્યવહાર પર પડેલી જોવા મળી હતી.ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી છે.

આજ રોજ ગુરુવારે સવારે દિલ્હી અને આસપાસના શહેરોમાં ગાઢ ધુમ્મસના કારણે 13 ટ્રેનો મોડી ચાલી રહી હતી. આ સિવાય આજના વેધરને ધ્યાનમાં રાખીને  આજે 22 ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે.

આ ટ્રેન વ્યવહારના માલે ઉત્તર રેલ્વેના સીપીઆરઓએ કહ્યું, ‘આજે દિલ્હી આવી રહેલી 13 ટ્રેનો મોડી ચાલી રહી છે. આ ટ્રેનોમાં હાવડા-દિલ્હી એક્સપ્રેસ, પુરી-નવી દિલ્હી એક્સપ્રેસ, ગોરખપુર-નવી દિલ્હી એક્સપ્રેસ, મુંબઈ-નવી દિલ્હી એક્સપ્રેસ, કાનપુર-નવી દિલ્હી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ સિવાય ધુમ્મસના કારણે દિલ્હી આવતી 22 ટ્રેનો રદ કરવામાં આવી છે.

ગાઢ ઘુમ્મસની સ્થિતિ હોવાના કારણે આજ રોજ ગુરુવારે રેલ્વેએ દેશભરમાં 437 ટ્રેનો રદ કરી. આ સિવાય 20 ટ્રેનોના શરુઆતના સ્ટેશન બદલવામાં આવ્યા છે. તે જ સમયે, એવી 22 ટ્રેનો છે જેના રૂટ ટૂંકા કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા જે ટ્રેનો રદ કરવામાં આવી છે તે દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ જેવા રાજ્યો સાથે સંબંધિત છે.