Site icon Revoi.in

ભારતમાં 8 વર્ષમાં દવાના નિકાસમાં 138 ટકાનો વધારો

Social Share

નવી દિલ્હીઃ ભારતની ફાર્મા નિકાસ 2013-14ની સરખામણીએ ચાલુ વર્ષે 138 ટકાનો વધારો થયો છે. દરમિયાન ભારત વિશ્વમાં ફાર્મસી તરીકે ઉભરી આવ્યું છે. ભારતની ફાર્મા નિકાસમાં એપ્રિલ-ઓક્ટોબર 2013-14ની સરખામણીએ એપ્રિલ-ઓક્ટોબર 2022-23માં આ વધારો થયો છે. 2013-14માં રૂ. 37,987.68 કરોડથી વધીને 2021-22માં રૂ. 90,324.23 કરોડ થઈ હતી. વર્ષોથી ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસની ઇન્ફોગ્રાફિક શેર કરતાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ વિશ્વમાં અગ્રેસર છે.

એક ટ્વીટમાં, માંડવિયાએ જણાવ્યું હતું કે, “ફાર્મ ઉત્પાદનોની નિકાસમાં એપ્રિલ-ઓક્ટોબર 2022માં 2013ની સરખામણીમાં 138 ટકાનો જંગી વૃદ્ધિ નોંધાયો છે. PM નરેન્દ્ર મોદી દૂરંદેશી નેતૃત્વને કારણે આ શક્ય બન્યું છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં દાવોસ સમિટને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, ભારત હવે વિશ્વ માટે ફાર્મસી છે અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો ફાર્મા ઉત્પાદક દેશ છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ વિઝન હેઠળ ઘણા દેશોમાં રસી અને આવશ્યક દવાઓનો સપ્લાય કરીને લાખો લોકોના જીવન બચાવ્યા હતા. દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘કોરોનાના આ સમયમાં, અમે જોયું છે કે કેવી રીતે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ના વિઝનને અનુસરીને, ભારત ઘણા દેશોને જરૂરી દવાઓ અને રસી આપીને કરોડો લોકોના જીવન બચાવી રહ્યું છે. PM નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં વર્ચ્યુઅલ રીતે વિશ્વને સંબોધિત કર્યું.

Exit mobile version