1. Home
  2. Tag "medical"

ગુજરાત યુનિવર્સિટીની મેડિકલ વિદ્યાશાખાની દ્વિતિય વર્ષની પરીક્ષા હવે 23મી ડિસેમ્બરથી લેવાશે

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજોમાં બીજા વર્ષની પરીક્ષા આગામી 2 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. આ પરીક્ષા પાછળ લઇ જવા માટે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જેથી યુનિવર્સિટી દ્વારા 2 ડિસેમ્બરે શરૂ થનારી પરીક્ષા 23મી ડિસેમ્બરથી લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સિવાય અન્ય પેરા મેડિકલની પરીક્ષાઓ પણ 9મી ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના […]

ભારતમાં 8 વર્ષમાં દવાના નિકાસમાં 138 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતની ફાર્મા નિકાસ 2013-14ની સરખામણીએ ચાલુ વર્ષે 138 ટકાનો વધારો થયો છે. દરમિયાન ભારત વિશ્વમાં ફાર્મસી તરીકે ઉભરી આવ્યું છે. ભારતની ફાર્મા નિકાસમાં એપ્રિલ-ઓક્ટોબર 2013-14ની સરખામણીએ એપ્રિલ-ઓક્ટોબર 2022-23માં આ વધારો થયો છે. 2013-14માં રૂ. 37,987.68 કરોડથી વધીને 2021-22માં રૂ. 90,324.23 કરોડ થઈ હતી. વર્ષોથી ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસની ઇન્ફોગ્રાફિક શેર કરતાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન […]

MBBSના વિદ્યાર્થીઓને PGમાં પ્રવેશ માટે હવેથી નેશનલ એક્ઝિટ ટેસ્ટના મેરીટને આધારે પ્રવેશ અપાશે

અમદાવાદઃ એમબીબીએસ બાદ મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસમાં પ્રવેશ માટે આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી નીટ પીજીની એક્ઝામ અંતિમ હશે. ત્યાર બાદ એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ (નેક્સ્ટ)નું આયોજન કરાશે, જેના આધારે પીજી કોર્સીસમાં પ્રવેશ અપાશે. નેશનલ મેડિકલ કમિશનની બેઠકમાં ચર્ચા બાદ ડિસેમ્બર-23માં નેશનલ એક્ઝિટ ટેસ્ટ યોજવા અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને સૂચિત કરાયો હતો. નેશનલ […]

તબીબીના ડિગ્રી-ડિપ્લોમાંના PGના વિદ્યાર્થીઓનો રેસિડન્સીનો સમયગાળો હવે બોન્ડ ગણાશે

અમદાવાદઃ રાજ્યમાં તબીબી શાખાના પીજી ડિપ્લોમાં કે ડિગ્રીના વિદ્યાર્થીઓએ કોરોનાના કાળ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં સારીએવી સેવા આપી હતી, વિદ્યાર્થીઓની આ સેવાને બોન્ડમાં ગણતરીમાં લેવા માટે વિદ્યાર્થીઓની ઘણા સમયથી માગ હતા. આખરે તબીબી વિદ્યાર્થીઓની સેવાને બોન્ડ ગણવાની જાહેરાતની પરિપત્ર કરીને જાહેરાત કરવામાં આવી છે. રાજયની સરકારી મેડિકલ કોલેજમાં વર્ષ 2019 અને 2020 દરમિયાન ડીગ્રી-ડીપ્લોમાના પી.જી. અનુસ્નાતક […]

દેશમાં 2025 સુધીમાં વધારે બે હજાર જનઔષધિ કેન્દ્રો શરૂ કરાશેઃ કેન્દ્ર સરકાર

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)ની પ્રોડક્ટ બાસ્કેટમાં લગભગ 1,616 દવાઓ અને 250 સર્જિકલ ઉપકરણોનો સમાવેશ થાય છે, જે સમગ્ર દેશમાં કાર્યરત 8,600 થી વધુ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJKs) દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ છે. પ્રોડક્ટ બાસ્કેટ તમામ મુખ્ય રોગનિવારક જૂથોને આવરી લે છે જેમ કે કાર્ડિયોવેસ્ક્યુલર, એન્ટિ-કેન્સર, એન્ટિ-ડાયાબિટીસ, એન્ટિ-ઇન્ફેક્ટિવ્સ, એન્ટિ-એલર્જિક, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ દવાઓ, ન્યુટ્રાસ્યુટિકલ્સ વગેરે. ટોચની […]

ગુજરાતમાં આયુર્વેદ,હોમિયોપેથીમાં બેઠકો વધી, મેડિકલ, ડેન્ટલમાં બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા ક્વોટાનો બીજો રાઉન્ડ પુરો થતા ગુજરાતની પ્રવેશ સમિતિ દ્વારા અંતે યુજી મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી માટે બીજો રાઉન્ડ આજથી શરૂ કરી દેવાયો છે. જેમાં 5મી માર્ચ સુધી ચોઈસ ફિલિંગ થશે અને છ માર્ચે સીટ એલોટમેન્ટ કરી દેવાશે. ધો.12 સાયન્સ પછીના નીટ આધારીત કોર્સીસ મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ […]

મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા 12 માર્ચે લેવામાં આવશે, 4 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

અમદાવાદઃ મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)-2022ની પરીક્ષા માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. નીટ દેશભરમાં 11 ભાષામાં તા. 12મી માર્ચે લેવાશે. વિદ્યાર્થીઓ આગામી તા. 4થી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) 2022 પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. એનટીએએ સત્તાવાર જાહેરનામામાં […]

આયુષ્યમાન ભારતઃ 3 વર્ષમાં 2.20 કરોડ લોકોએ લીધો યોજનાનો લાભ

દિલ્હીઃ દેશના મુખ્ય આરોગ્ય કાર્યક્રમ આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત લગભગ 2.20 કરોડ લોકોને લાભ મળ્યો છે. આ જરૂરિયાતમંદ પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાવાળો વિશ્વનો સૌથી મોટો સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ છે. આ […]

ગુજરાત યુનિવર્સિટીમાં લો અને મેડિકલ સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહીં લેવાય

અમદાવાદઃ રાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાશે નહી, પરંતુ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે એવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ચાલુ સેમેસ્ટરમાં 50 ટકા આંતરીક ગુણ અને અગાઉના સેમેસ્ટરના 100 ગુણમાંથી 50 ટકા ગુણના આધારે માર્કસ અપાશે. ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ  […]

કોરોનાના ત્રીજી લહેર પહેલા આગોતરૂં આયોજનઃ મેડિકલ-પેરામેડિકલ વિદ્યાર્થીને કોવિડની ડ્યૂટી સોંપી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 25 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. ત્યારે સરકારે અગમચેતિ દાખવીને નિયંત્રણોમાં બહુ છૂટછાટ આપી નથી. સાથે કોરોનાની ત્રીજી લહેર આવે તો તેના માટે આગોતરી તૈયીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછતને પહોંચી વળવા મેડિકલ- પેરા મેડિકલ સ્ટૂડન્ટ્સને જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોમાં તાત્કાલિક નિમણૂકની કામગીરી કલેક્ટરો અને મ્યુનિસિપલ […]