Site icon Revoi.in

બીન-સચિવાયલ કારકૂનની ભરતીના પેપર લીક કૌભાંડમાં પોલીસની 14 હજાર પાનાની ચાર્જશીટ

Social Share

અમદાવાદ: રાજ્યમાં બિન-સચિવાલય કારકૂનની ભરતી માટેની સ્પર્દાત્મક પરીક્ષામાં પેપર ફુટી જતા ભારે હોબાળો મચી ગયો હતો. સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈને પેપર લિંગ કૌભાંડમાં કડક પગલાં લેવાના નિર્દેશો કર્યા હતા. પોલીસે 33 આરોપીઓને પકડીને 56 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ પૂર્ણ કરીને  56 આરોપીઓ સામે 14000થી વધુ પાનાનું ચાર્જશીટ દાખલ કર્યુ છે. પોલીસે તા.22 ડિસેમ્બરના રોજથી આ પરીક્ષામાં પેપર લીક થવાની કરેલી માંગમાં 90 દિવસથી અંદર જ ચાર્જશીટ રજુ કરીને આરોપીઓને જામીન પર છૂટવાની તક આપી નથી. આ કેસમાં હજુ સુધી 33 આરોપીઓ જેલમાં છે. જ્યારે હજું 23 આરોપીઓ હજુ ફરાર છે. જયાંથી સામે ભાગેડુની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બિન સચિવાલય ભરતી કૌભાંડમાં આરોપીઓને સખત સજા થાય અને કોઈ કચાસ ન રહી જાય તેનું તપાસ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેનાથી એક દ્રષ્ટાંત બની રહેશે. પોલીસના આ ચાર્જશીટમાં 133 સાક્ષીઓના નામ દર્શાવાયા છે અને પેપર્સ ફુટવાની તપાસની કડી સાંકળી છે અને કાનૂની ભાષામાં કહીએ તો ‘વોટર-ટાઈટ’ પોઝીશન બનાવી છે. ઉપરાંત સાક્ષીઓના નિવેદન ફોજદારી ધારાની કલમ 164 હેઠળ મેજીસ્ટ્રેટ દ્વારા નિવેદનો લેવાયો છે. વિડીયો રેકોર્ડીંગ થયું છે, જેથી તે અદાલતમાં જુદુ નિવેદન કરીને હોસ્ટાઈલ જાહેર થાય તો તેને સામે અદાલત સમક્ષ ખોટુ બોલવાનો કેસ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર કેસ પ્રાંતિજની કોર્ટમાં ચાલશે. સરકારનો પેપર સુપરવાઈઝર કીશોર આચાર્ય મુખ્ય આરોપી છે. જેણે સૂર્યા ઓફસેટમાંથી પેપર લીક કર્યુ હતું. જો કે પ્રેસના માલીક મુદ્દેશ પુરોહીતની ભૂમિકા અંગે કઈ જાહેર થયુ નથી અને તેણે આગોતરા જામીનની અરજી કરી છે જે હાલ હાઈકોર્ટમાં વિચારણા હેઠળ છે, જેથી તેની ધરપકડ થઈ નથી. હાલ પ્રેસને સીલ કરવામાં આવ્યો છે. હેડકલાર્ક જે પેપર સુપરવાઈઝર હતો તે પેપરની નકલ પ્રેસ બહાર લઈ ગયો અને  ઊંઝાના એક ફાર્મ હાઉસમાં વેચ્યુ હતું તેની પાસેથી રૂા.1.43 કરોડનો મુદામાલ જેમાં રૂા.86.96 લાખ રોકડ હતા જે કબજે કરાયા છે. પેપર ફુટવાના પગલે આ પરીક્ષા રદ કરી હતી જે હવે ફરી યોજાશે.