1. Home
  2. Tag "scam"

અસલાલી પોલીસ સ્ટેશનનો નકલી સ્ટેમ્પ બનાવીને RTOમાંથી વાહનોની RC બુક મેળવવાનું કૌભાંડ

અમદાવાદ: સરકારી કામોમાં કૌભાંડ કરવા માટે કેટલાક ભેજાબાજો અવનવી તરકીબો અપનાવતા હોય છે. જેમાં અસલાલી પોલીસ સ્ટેશનનો બનાવટી સિક્કો મારીને ફેક પ્રમાણપત્ર બનાવીને આરટીઓમાંથી વાહનોની આરસી બુક મેળવવાના કૌભાંડનો પડદાફાશ કરાયો છે. જિલ્લાના બારેજાનો RTO એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક માટે જાતે જ પીએસઆઈનો  બનાવટી સિક્કો મારતો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે એજન્ટને ઝડપી લીધો હતો. […]

ધોરણ 10 અને 12 સહિતની ડિપ્લામા-ડિગ્રીની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ પકડાયું

અમદાવાદઃ રાજ્યમાં ડમીકાંડ બાદ હવે નકલી ડિગ્રીના સર્ટી આપવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 1- અને 12ની ફેક માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ તેમજ આઈટીઆઈ, ડિપ્લોમાંના સર્ટી સહિત માગો તે બનાવી આપવાનું કોંભાડ પકડાયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના બેચરાજીના શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ […]

જુનાગઢમાં કોરોનાની વેક્સિનના ફેક સર્ટી.નું કૌભાંડ, અનેક સ્ટાર અને ક્રિકેટરના નકલી સર્ટી બન્યા

જૂનાગઢઃ  સોરઠ પંથકમાં કોરોના વિરોધી વેક્સિનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બોગસ નામે  વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાનું કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓએ ફિલ્મસ્ટાર જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દીધા હતા. જે ફેક સર્ટિફિકેટની કોપીઓ છે, જેમાં જ્યા બચ્ચન ઉંમર વર્ષ 23 […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગના 2.26 કરોડના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાશે

અમદાવાદઃ  મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં માર્ચ મહિનામાં 281 લોકોએ ટેક્સ ભર્યો હોવા છતાં રૂ. 2.26 કરોડ મ્યુનિના ટેક્સ ખાતામાં જમા થયા નહોતા. આ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવા રેવન્યુ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. ટેક્સ વિભાગ અથવા ઇ ગર્વનન્સ વિભાગના અધિકારી ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવશે. આ ઉપરાંત વિજિલન્સ તપાસ ઝડપથી કરવા માટે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગનું કૌભાંડ, વિજિલન્સ તપાસની માગ છતાં કોઈ પગલા ન લેવાયા

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયું છે. દરેક વિભાગમાં વધતો-ઓછો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મ્યુનિ, કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ એ આવકનો સૌથી મોટો સ્ત્રોત ગણાય છે. પણ આ ટેકસ વિભાગ પણ ભ્રષ્ટાચારની બાકાત નથી. ખૂદ રેવન્યુ કમિટીના ચેરમેને જ વિજિલન્સની તપાસ માગી છે. તેમના કહેવા મુજબ 150 નાગરિકોના પૈસા જમા ન થયા હોવા છતાં તેમની […]

અમદાવાદમાં ફોર્ચ્યુન તેલના નકલી ડબ્બા વેચવાનું કૌભાંડ પકડાયુ, દુકાનદારોની ધરપકડ

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારીના કારણે તમામા ચિજવસ્તુઓના ભાવમાં વધારો થતાં હવે ખાદ્યચિજોમાં પણ ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. સાથે જ જાણીતી બ્રાન્ડની નકલ કરીને હલકુ તેલ વેચવાના બનાવો પણ બનતા હોય છે. હાલમાં ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચ્યા છે, એવામાં કેટલાક લેભાગુ તત્વો લોકોની આ મજબૂરોનો ફાયદો ઉઠાવવા ઓછી કિંમતે નકલી ખાદ્યતેલો બજારમાં ઠાલવી રહ્યા છે. અમદાવાદમાં પણ […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું દવા ખરીદી કૌભાંડ, 78 લાખનો હિસાબ મળતો નથી

ભાવનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દવા ખરીદવામાં કથિત કૌભાંડના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોના કાળ સમયે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં ખરીદાયેલી દવાઓ અને ચીજવસ્તુઓનો આજ સુધી તાળો મળતો નથી. વર્ષ 2020-21 દરમિયાન 13 આરોગ્ય કેન્દ્રમાં બબ્બે લાખના ત્રણ હપ્તે રૂ. 78 લાખ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવ્યા હતાં. જેનો આજ સુધી કોઈ […]

બીન-સચિવાયલ કારકૂનની ભરતીના પેપર લીક કૌભાંડમાં પોલીસની 14 હજાર પાનાની ચાર્જશીટ

અમદાવાદ: રાજ્યમાં બિન-સચિવાલય કારકૂનની ભરતી માટેની સ્પર્દાત્મક પરીક્ષામાં પેપર ફુટી જતા ભારે હોબાળો મચી ગયો હતો. સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈને પેપર લિંગ કૌભાંડમાં કડક પગલાં લેવાના નિર્દેશો કર્યા હતા. પોલીસે 33 આરોપીઓને પકડીને 56 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ પૂર્ણ કરીને  56 આરોપીઓ સામે 14000થી વધુ પાનાનું ચાર્જશીટ દાખલ […]

સુરતમાં આરટીઓની બોગસ રસિદો,આરસી બુક,બનાવવાનું કૌભાંડ પકડાયું

સુરત : શહેરમાં આરટીઓની બોગસ રસિદો, આરસી બુક, આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયુ છે. આરટીઓ કચેરીની બોગસ રસીદો પર બનાવટી સહી સિકક્કા બનાવી, બનાવટી આરસીબુક, આધારકાર્ડ, મતદાન કાર્ડ બનાવી સરકારને આર્થિક રીતે નુકશાન પહોંચાડનારી ગેંગનો પર્દાફાશ ડિંડોલી પોલિસે કર્યો છે. જેમાં પોલીસે પ્રિન્ટર, રોકડ, કોરા આધારકાર્ડ સહિત રૂ 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગેંગ બોગસ […]

વડોદરાની એમએસ યુનિનું ફર્નિચર ખરીદી કૌભાંડ, શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ

વડોદરાઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં  ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગ  પણ હરકતમાં આવ્યું હતું. આ કેસમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચ્યા હતા અને તપાસ અધિકારીએ યુનિવર્સિટીમાં તપાસ કરી નિવેદનો નોંધી અહેવાલ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code