Site icon Revoi.in

હરિયાણામાં 15-18 વર્ષના બાળકોનું રસીકરણ જરૂરી,વેક્સિન નહીં લીધી હોય તો સ્કૂલમાં ‘નો એન્ટ્રી’  

Social Share

ચંડીગઢ:હરિયાણા સરકારે કોરોના વાયરસથી બચવા માટે કડક પગલાં લેતા તે બાળકોને શાળામાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે કે,જેમની ઉંમર 15-18 વચ્ચે છે અને તેનું રસીકરણ નથી થયું.હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેણે લખ્યું, “જ્યારે શાળા ફરી ખુલશે ત્યારે 15 થી 18 વર્ષની વય જૂથના બાળકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. માતા-પિતાને વિનંતી છે કે,તેઓ કોવિડથી તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમના બાળકોને રસી અપાવે.

હરિયાણામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હરિયાણામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે 26 જાન્યુઆરી સુધી બંધ છે.છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8,841 નવા કેસ નોંધાયા છે, જે પછી કેસની કુલ સંખ્યા વધીને 828,948 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે, જે બાદ કુલ મૃત્યુઆંક વધીને 10091 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 3,394 લોકો સાજા થયા હતા, ત્યારબાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 777,414 થઈ ગઈ છે. હરિયાણામાં 41,443 એક્ટિવ કેસ છે.

કોવિડ કેસોની સંખ્યામાં ઝડપી વધારા વચ્ચે હરિયાણા સરકારે ગુરુવારે રાજ્યભરમાં પ્રતિબંધો લંબાવી દીધા. હરિયાણા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે,5 જાન્યુઆરીએ એક આદેશ જારી કરીને ગ્રુપ Aના જિલ્લાઓમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. હવે આ નિયંત્રણો તમામ જિલ્લાઓમાં લાગુ થશે.