દિલ્હી :આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ છે.આ અવસર પર દેશ-વિદેશમાં ઉપસ્થિત કરોડો લોકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.ઘણા દિગ્ગજ નેતાઓએ પણ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે પણ બાપુની સમાધિ પર પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ આજે સવારે રાજઘાટ પહોંચ્યા હતા તેમજ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે.તેમણે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે, ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર, અમે મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ, જે બધા માટે શાંતિ, સન્માન અને ગૌરવના મહત્વના તહેવાર છે.’ તેમણે આગળ લખ્યું કે, ‘આને અપનાવીને મૂલ્યો, આજે આપણે બધી મુશ્કેલીઓને હરાવીએ.આપણે આપણી સંસ્કૃતિ અને સીમાઓથી આગળ વધીને કામ કરવાનું છે, જે એક નવું ભવિષ્ય બનાવશે.
રાહુલ ગાંધીએ ગાંધી જયંતિની ઉજવણી કરી રાહુલ ગાંધી હાલમાં કોંગ્રેસ પાર્ટીની બહુહેતુક ‘ભારત જોડો’ યાત્રા પર છે. આ દરમિયાન તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે કર્ણાટકના મૈસૂરમાં ગાંધી જયંતિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બદનવેલુમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.