Site icon Revoi.in

મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવારની હરાજી, 140 કરોડમાં વેચાઈ

Social Share

નવી દિલ્હીઃ મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવાર લંડનમાં એક હરાજીમાં 14 મિલિયન પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ અનુસાર રૂ. 140  કરોડમાં વેચાઈ છે. હરાજીનું આયોજન કરનાર ઓક્શન હાઉસ બોનહેમ્સે જણાવ્યું કે, કિંમત અંદાજ કરતાં સાત ગણી વધારે છે. જો કે, આ તલવાર કોણે ખરીદી તે જાણી શકાયું નથી.

બોનહેમ્સે કહ્યું કે શાસક સાથેના અંગત જોડાણને કારણે તલવાર સૌથી મહત્વપૂર્ણ હથિયાર છે. 18મી સદીના ઉત્તરાર્ધના યુદ્ધોમાં ટીપુ સુલતાનને ખ્યાતિ મળી હતી. તેમણે 1775 અને 1779 ની વચ્ચે અનેક પ્રસંગોએ મરાઠાઓ સામે લડ્યા. “આ ભવ્ય તલવાર ટીપુ સુલતાનના તમામ શસ્ત્રોમાંથી એક છે જે હજુ પણ ખાનગી હાથમાં છે. તેનો સુલતાન સાથે ગાઢ અંગત સંબંધ હતો. તલવાર ટીપુ સુલ્તાનના મહેલના ખાનગી ક્વાર્ટરમાંથી મળી આવી હતી.

બોનહેમ્સ ગ્રૂપના વડા નીમા સાગરચીએ જણાવ્યું હતું કે, તલવારનો અસાધારણ ઈતિહાસ, આશ્ચર્યજનક ઉત્પત્તિ અને અજોડ કારીગરી છે. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે રૂમમાં બોલી લગાવનારાઓમાં આટલો રસ હતો. અમે પરિણામથી ખુશ છે.

આ તલવારની અસાધારણ ગુણવત્તાની છે. 16મી સદીમાં ભારતમાં લાવવામાં આવેલી જર્મન બ્લેડ ડિઝાઇનનો ઉપયોગ કરીને મુઘલ તલવારબાજો દ્વારા બનાવવામાં આવી હતી. તલવાર પર એક શિલાલેખ પણ છે જેમાં લખ્યું છે, “શાસકની તલવાર.” ટીપુ સુલતાનને ‘ટાઈગર ઓફ મૈસૂર’નું હુલામણું નામ આપવામાં આવ્યું હતું. તેણે લડાઈમાં રોકેટ આર્ટિલરીના ઉપયોગની પહેલ કરી અને મૈસુરને ભારતમાં સૌથી ગતિશીલ અર્થતંત્રમાં ફેરવ્યું.