Site icon Revoi.in

રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

railway
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ અમારી ત્રીજી પ્રાથમિકતા હશે અને સરકારે મૂડી એક્સપેન્ડિચરમાં 33 ટકાનો વધારો કર્યો છે. જેથી દેશના વિકાસને વેગ મળે. તેમજ રોજગારીની નવી તકો ઉભી કરા શકાય. મૂડીખર્ચ માટે બજેટમાં 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રેલ, રોડ અને માર્ગો સહિતના મહત્વના ક્ષેત્રોમાં ખાનગી રોકાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે અને 2014 પછી 157 નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે.

નાણામંત્રીએ કહ્યું કે રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જે રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ બજેટ ફાળવણી છે. જે વર્ષ 2014માં આપવામાં આવેલી અંદાજપત્રીય ફાળવણી કરતાં 9 ગણી વધારે છે.

નાણામંત્રીએ કહ્યું કે મિશન કર્મયોગી અંતર્ગત કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને આના દ્વારા ઓનલાઈન ટ્રેનિંગ પ્લેટફોર્મ શરૂ કરશે. આ માટે સરકારી કર્મચારીઓના કૌશલ્યમાં વધારો કરવામાં આવશે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ત્રણ કેન્દ્રો સ્થાપવામાં આવશે અને તેમના દ્વારા સંશોધન કરવામાં આવશે. આરોગ્ય, કૃષિ જેવા ક્ષેત્રોમાં સમસ્યાઓ દૂર કરવા પર ચર્ચા થશે.